IPL 2024 UAE: આઈપીએલ 2024ના પ્રારંભિક તબક્કાનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ સિઝનના બીજા ભાગનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એક રિપોર્ટ અનુસાર IPL 2024નો બીજો તબક્કો UAEમાં રમાઈ શકે છે. દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ કારણોસર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ નિર્ણય લઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના અહેવાલ અનુસાર, IPL 2024નો બીજો તબક્કો UAEમાં રમાઈ શકે છે. આ નિર્ણય લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી લેવામાં આવશે. જોકે, IPLના બીજા ભાગનું શેડ્યૂલ હજુ આવ્યું નથી. બીસીસીઆઈએ પ્રથમ 21 મેચનું શિડ્યુલ જાહેર કર્યું છે. બાકીની મેચો દુબઈમાં શિફ્ટ થઈ શકે છે.
2014 અને 2020માં UAEમાં પણ IPL મેચ રમાઈ હતી
આ પહેલા પણ UAEમાં IPL મેચોનું આયોજન કરવામાં આવ્યું હતુ. IPL 2020 ની મેચો દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં રમાઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોરોના વાયરસને કારણે આ નિર્ણય લીધો હતો. જ્યારે 2014માં ચૂંટણીના કારણે UAEમાં IPLની મેચો રમાઈ હતી. 2014ની સિઝનની પ્રથમ મેચ અબુ ધાબીમાં રમાઈ હતી. આ પછી શારજાહ અને દુબઈમાં મેચ રમાઈ હતી. 2014ની સીઝનની 20 મેચ યુએઈમાં યોજાઈ હતી. આ પછી તમામ મેચ ભારતમાં રમાઈ હતી.
IPL 2024ની પ્રથમ 21 મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે -
IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ ચેન્નાઈમાં રમાશે. BCCIએ સિઝનની પ્રથમ 21 મેચો માટે જ શેડ્યૂલ જાહેર કર્યું છે. ચેન્નાઈની આમાં 4 મેચ છે. ચેન્નાઈની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ સામે છે. આ મેચ 26 માર્ચે રમાશે. વર્તમાન સમયપત્રક મુજબ 21મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત વચ્ચે રમાશે. આ મેચ 7મી એપ્રિલે રમાશે.
થોડા દિવસ પહેલા રોબિન ઉથપ્પાએ IPLની હરાજી અને ખેલાડીઓની કિંમત પર મોટું નિવેદન આપ્યું હતું. રોબિન ઉથપ્પાએ કહ્યું કે, જો આઈપીએલની સેલરીની વાત કરીએ તો ભારતીય ટીમના ઓછામાં ઓછા 10 ખેલાડીઓની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ હોત, જો સેલરી કેપ ન હોત. રોબિન ઉથપ્પાએ કહ્યું કે 'જો IPL ઓક્શનમાં સેલેરી કેપ ન હોત અથવા તો સેલેરી કેપ 1000 કરોડ રૂપિયા અથવા 500 કરોડ રૂપિયા હોત તો ઓછામાં ઓછા 10 ભારતીય ક્રિકેટરોને 100 કરોડ રૂપિયાથી વધુ મળ્યા હોત. જસપ્રીત બુમરાહ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓને 100 કરોડ રૂપિયા મળ્યા હશે. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ અને ઋતુરાજ ગાયકવાડને ચોક્કસપણે 80-100 કરોડ રૂપિયા મળ્યા હશે. તેમજ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ પર 100 કરોડથી વધુની બોલી લાગી હશે.