IPL 2025 Point Table: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 24મી મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ દિલ્હી કેપિટલ્સ અને RCB વચ્ચે રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સે આરસીબીને તેમના ઘરમાં જ 6 વિકેટથી હરાવ્યું હતું. ઘરઆંગણે રોયલ  ચેલેન્જર્સ બેંગ્લુરુની આ સતત બીજી હાર હતી અને સિઝનની પાંચમી મેચમાં બીજી હાર હતી, જ્યારે દિલ્હી કેપિટલ્સની ચોથી મેચમાં આ ચોથી જીત હતી. ચાલો જોઈએ કે આ મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે.

IPL 2025 Point Table

ગુજરાત ટાઈટન્સ 5 મેચમાં 4 જીત સાથે પ્રથમ સ્થાને છે.દિલ્હી કેપિટલ્સ 4 મેચમાં 4 જીત સાથે બીજા સ્થાને છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 5 મેચમાં 3 જીત સાથે ત્રીજા સ્થાને છે.પંજાબ કિંગ્સ 4 મેચમાં 3 જીત સાથે ચોથા સ્થાને છે.લખનઉ સુપર જાયન્ટ્સ 5 મેચમાં 3 જીત સાથે પાંચમા સ્થાને છે.કોલકાતા નાઈટ રાઈડર્સ 5 મેચમાં 2 જીત સાથે છઠ્ઠા સ્થાને છે.રાજસ્થાન રોયલ્સ 5 મેચમાં 2 જીત સાથે સાતમા સ્થાને છે.મુંબઈ ઈન્ડિયન્સ 5 મેચમાં 1 જીત સાથે 8મા સ્થાને છે.ચેન્નઈ સુપર કિંગ્સ 5 મેચમાં 1 જીત સાથે નવમા સ્થાને છે.સનરાઈઝર્સ હૈદરાબાદ 5 મેચમાં 1 જીત સાથે દસમા સ્થાને છે.

કેએલ રાહુલની શાનદાર ઇનિંગ્સ

કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સ માટે રન મશીન તરીકે ઉભરી આવ્યો છે. CSK સામે 77 રન બનાવીને પોતાની ટીમને જીત તરફ દોરી જનાર રાહુલે RCB સામે 53 બોલમાં અણનમ 93 રન ફટકારીને પોતાની ટીમને જીત તરફ દોરી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ તેનો સતત બીજો પ્લેયર ઓફ ધ મેચ હતો. દિલ્હી કેપિટલ્સની જીતનો હીરો કેએલ રાહુલ બન્યો હતો. તેણે 53 બોલમાં 93 રનની શાનદાર ઇનિંગ રમી, જે દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 6 છગ્ગા પણ ફટકાર્યા હતા. રાહુલે અત્યાર સુધી 3 મેચમાં 195 રન કર્યા હતા.     

IPL 2025ની ૨૪મી મેચમાં ગુરુવારે દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગના સહારે દિલ્હીએ આ મેચ પોતાના નામે કરી લીધી હતી. રાહુલે અણનમ ૯૩ રનની ઇનિંગ રમી હતી, જોકે તે સદી ચૂકી ગયો હતો. દિલ્હીના બોલર ભુવનેશ્વર કુમાર અને સુયશ શર્માએ પણ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે આરસીબી તરફથી ટિમ ડેવિડ અને ફિલિપ સોલ્ટે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.