Virat Kohli Dance With Shahrukh Khan in IPL Opening Ceremony: IPL ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાને RCB પ્લેયર વિરાટ કોહલી સાથે 'ઝૂમે જો પઠાણ' ગીત પર ડાન્સ કર્યો હતો. વિરાટે ડાન્સમાં કિંગ ખાનને ટક્કર આપી હતી. જ્યારે બંને સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા ત્યારે સ્ટેડિયમમાં જોરદાર અવાજ આવી રહ્યો હતો.
શાહરૂખ ખાને IPL ઓપનિંગ સેરેમનીની શરૂઆત પોતાના ભાષણથી કરી હતી, તે હોસ્ટની ભૂમિકામાં હતો. તમામ કલાકારોના પરફોર્મન્સ બાદ શાહરૂખ ખાને RCB ટીમ તરફથી વિરાટ કોહલી અને KKR ટીમ તરફથી રિંકુ સિંહને સ્ટેજ પર બોલાવ્યા. પહેલા તેણે રિંકુ સિંહ સાથે ડાન્સ કર્યો અને પછી વિરાટ કોહલીને તેના ગીત પર ડાન્સ કરવા કહ્યું હતું. વિરાટ કોહલીએ શાહરુખ ખાનની સાથે ઝૂમે જો પઠાણ ગીત પર ખૂબ જ શાનદાર ડાન્સ કર્યો હતો. હાલ તો સોશિયલ મીડિયામાં આ ડાન્સ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
રિંકુ સિંહનો ડાન્સ જોઈને વિરાટ કોહલી ખૂબ હસ્યો
વિરાટ કોહલી પહેલા શાહરૂખ ખાને રિંકુ સિંહ સાથે ડાન્સ કર્યો હતો. બંનેએ 'લુટ પુટ ગયા' ગીત પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન સ્ટેજ પર ઉભેલા વિરાટ કોહલી પોતાનું હાસ્ય રોકી શક્યા નહોતો, તે ખૂબ જોરથી હસી પડ્યો હતો. આ પછી શાહરૂખે વિરાટ કોહલીને ડાન્સ માટે પૂછ્યું અને કિંગ કોહલીએ હા પાડી હતી.
દર વર્ષે શાહરૂખ IPLમાંથી આટલી કમાણી કરે છે
અહેવાલો અનુસાર, દરેક IPL ટીમને BCCI તરફથી ટીવી પ્રસારણ અને સ્પોન્સરશિપથી થતી કમાણીનો હિસ્સો મળે છે. આ ઉપરાંત, શાહરૂખ પોતાની ટીમ દ્વારા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, મેચ ફી, ફ્રેન્ચાઇઝ ફી, બીસીસીઆઈ ઇવેન્ટ રેવન્યુ અને ઇનામી રકમના રૂપમાં ઘણું કમાય છે. આનાથી કરોડોની કમાણી થાય છે. અહેવાલો અનુસાર, શાહરૂખ તેની IPL ટીમમાંથી દર વર્ષે 250-270 કરોડ રૂપિયા કમાય છે.
શાહરૂખ ખાન તેની ટીમ પર લગભગ 100 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. આ ખર્ચ ટીમના ખેલાડીઓ ખરીદવાથી લઈને મેનેજમેન્ટ સુધી કરવામાં આવે છે. જે મુજબ KKR લગભગ 150 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ટીમમાં શાહરૂખ ખાનનો હિસ્સો 55 ટકા છે, તેથી આ હિસાબે તે દર વર્ષે 70-80 કરોડ કમાય છે. તમને જણાવી દઈએ કે KKR માં શાહરૂખ ખાનના પાર્ટનર બીજું કોઈ નહીં પણ જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા છે. ત્રણેય ઘણીવાર મેચ દરમિયાન સાથે જોવા મળે છે.