IPLની બે મોટી ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 28 માર્ચે ચેપોક સ્ટેડિયમમાં ચાલી રહેલી સિઝનની 8મી મેચમાં સામસામે ટકરાશે. બંને ટીમોએ આ ટૂર્નામેન્ટની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. CSK અને RCBએ આ સિઝનમાં એક-એક મેચ રમી છે અને બંનેએ પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી છે. આ હાઈવોલ્ટેજ મેચ દરમિયાન તમામ ચાહકોની નજર વિરાટ કોહલી અને એમએસ ધોની પર રહેશે. આ મેચમાં RCBના દિગ્ગજ બેટ્સમેન પાસે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવાની તક હશે. વિરાટ કોહલી આ મેચ દરમિયાન શિખર ધવનનો મોટો રેકોર્ડ તોડી શકે છે.
વિરાટ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરશે
વિરાટ કોહલીએ IPL 2025 ની શરૂઆત એવી જ રીતે કરી છે જેવી તેની પાસેથી અપેક્ષા હતી. તેણે કેકેઆર સામેની પહેલી જ મેચમાં અડધી સદી ફટકારી હતી. વિરાટ તે મેચમાં 36 બોલમાં 59 રન બનાવીને અણનમ રહ્યો હતો. આરસીબીના ચાહકો ઈચ્છે છે કે વિરાટનું ફોર્મ આખી સિઝન દરમિયાન આવુ જ રહે. આ દરમિયાન ચેન્નાઈ સામે રમાનારી મેચમાં પણ તેને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવાની તક મળશે. જો વિરાટ કોહલી આ મેચમાં 5 રન બનાવી લે છે તો તે IPL ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની જશે. હાલમાં આ રેકોર્ડ શિખર ધવનના નામે છે. શિખરે IPLમાં CSK વિરૂદ્ધ 1057 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ 1053 રન સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.
IPLમાં CSK સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
શિખર ધવન- 1057 રનવિરાટ કોહલી- 1053 રનરોહિત શર્મા- 896 રનદિનેશ કાર્તિક- 727 રનડેવિડ વોર્નર- 696 રન
વિરાટ આવું કરનાર પ્રથમ ભારતીય બની શકે છે
વિરાટ કોહલી T20 ફોર્મેટમાં 13,000 રન પૂરા કરવાથી માત્ર 55 રન દૂર છે. જો વિરાટ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 55 રન બનાવી લે છે તો તે T20માં 13000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો 5મો ખેલાડી બની જશે. ટી-20માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. તેણે આ ફોર્મેટમાં 14562 રન બનાવ્યા છે.
T-20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ક્રિસ ગેલ- 14562 રનએલેક્સ હેલ્સ- 13610 રનશોએબ મલિક- 13557 રનકિરોન પોલાર્ડ- 13537 રનવિરાટ કોહલી- 12945 રન