Mumbai Indians IPL 2026: IPL 2026 માં ખરાબ પ્રદર્શનના કારણે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની ટીમ લગભગ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી પહેલી ટીમ બની ગઈ છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ટીમને માત્ર 2 માં જ જીત મળી છે અને તેના ખાતામાં ફક્ત 4 પોઈન્ટ છે. હવે જો ટીમ પોતાની બાકીની બધી જ 5 મેચ જીતી લે, તો પણ તેના વધુમાં વધુ 14 પોઈન્ટ થશે. આટલા ઓછા પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય લાગી રહ્યું છે. આમ તો મુંબઈની આખી ટીમ આ કંગાળ પ્રદર્શન માટે જવાબદાર છે, પણ આજે આપણે એવા 5 મુખ્ય ખેલાડીઓ વિશે વાત કરીશું જેમનું ખરાબ ફોર્મ ટીમને સૌથી વધુ નડી ગયું છે.

1. સૂર્યકુમાર યાદવ

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. સૂર્યાએ આ સિઝનની 9 મેચમાં 20.33 ની સાવ સામાન્ય સરેરાશથી માત્ર 183 રન જ બનાવ્યા છે, જેમાં ફક્ત એક જ ફિફ્ટી સામેલ છે. તેનું બેટ શાંત રહેવાથી ટીમનો મિડલ ઓર્ડર સાવ ભાંગી પડ્યો અને મુંબઈ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું.

Continues below advertisement
Continues below advertisement

2. હાર્દિક પંડ્યા

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આ સિઝનમાં બેટિંગ, બોલિંગ અને કેપ્ટનશિપ - આ ત્રણેય મોરચે સાવ ફ્લોપ સાબિત થયો છે. બેટિંગમાં તેણે 8 ઇનિંગ્સમાં 20.85 ની સરેરાશથી માત્ર 146 રન બનાવ્યા છે અને એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. બીજી તરફ, બોલિંગમાં પણ તેને કોઈ ખાસ કમાલ નથી કરી અને માત્ર 4 જ વિકેટ ઝડપી છે.

3. જસપ્રીત બુમરાહ

ટીમનો સૌથી મોટો મેચ-વિનર અને દુનિયાનો શ્રેષ્ઠ બોલર ગણાતો જસપ્રીત બુમરાહ પણ આ વખતે નિરાશ કરી રહ્યો છે. 9 મેચ રમ્યા પછી તેના ખાતામાં માત્ર 3 જ વિકેટ છે. નવાઈની વાત તો એ છે કે શરૂઆતની 5 મેચોમાં તેને એક પણ વિકેટ નહોતી મળી! બુમરાહના આવા નબળા પ્રદર્શનથી મુંબઈનું આખું બોલિંગ આક્રમણ સાવ નબળું પડી ગયું છે.

MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી

4. તિલક વર્મા

મિડલ ઓર્ડરના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેન તિલક વર્માએ પણ આ સિઝનમાં ચાહકોને નિરાશ કર્યા છે. તેણે 9 મેચની 9 ઇનિંગ્સમાં 24.12 ની સરેરાશથી 193 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે, જો આ સદીના રન કાઢી નાખીએ તો બાકીની 8 ઇનિંગ્સમાં તેણે માત્ર 93 રન જ બનાવ્યા છે, જે તેનું અનિયમિત ફોર્મ દર્શાવે છે.

5. દીપક ચહર

આ સિઝનમાં મુંબઈ તરફથી રમતા દીપક ચહરને 3 મેચમાં તક મળી હતી, પણ તે ફક્ત 1 જ વિકેટ લઈ શક્યો છે. આ ઉપરાંત, તેણે 13.38 ના અત્યંત ખરાબ ઇકોનોમી રેટથી બોલિંગ કરી અને પુષ્કળ રન લૂંટાવ્યા. આવા કંગાળ પ્રદર્શનના કારણે જ તેને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર બેસવાનો વારો આવ્યો છે.

IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!