IPL 2027 Captain Change: IPL 2026 ની સીઝન ધીમે ધીમે તેના અંત તરફ આગળ વધી રહી છે અને પોઈન્ટ ટેબલ પરથી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે કે કઈ ટીમો પ્લેઓફમાં જશે અને કોની સફર પૂરી થશે. આ સીઝનમાં કેટલીક મોટી ટીમોનું પ્રદર્શન સાવ નિરાશાજનક રહ્યું છે, અને તેનું મુખ્ય કારણ નબળી કેપ્ટનશીપ માનવામાં આવી રહ્યું છે. ખરાબ પ્રદર્શન અને સતત હારનો સામનો કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI), લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી મોટી ટીમો અત્યારે ભારે મુશ્કેલીમાં છે. એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે કે આ ફ્લોપ શો પછી ફ્રેન્ચાઈઝી માલિકો આકરા નિર્ણયો લઈ શકે છે અને IPL 2027 ની આગામી સીઝનમાં આ ત્રણેય ટીમોના કેપ્ટન બદલાઈ શકે છે. ચાલો જાણીએ આ 3 ટીમોની હાલત કેમ ખરાબ છે.
મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને હાર્દિક પંડ્યા
મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે 2024 માં રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો, પણ આ દાવ ઊંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. 2024 માં ટીમ પોઈન્ટ ટેબલમાં સાવ તળિયે રહી હતી. 2025 માં મુંબઈ પ્લેઓફ સુધી પહોંચ્યું ખરું, પણ કોઈ ખાસ કમાલ ન કરી શક્યું. હવે 2026 માં પણ પ્લેઓફમાં પહોંચવાના રસ્તા મુશ્કેલ દેખાઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા સતત ફેન્સ અને ક્રિટિક્સના નિશાના પર છે. તેનું પોતાનું વ્યક્તિગત પ્રદર્શન પણ સાવ નબળું રહ્યું છે. જો આ વર્ષે ટીમ પ્લેઓફમાં નહીં પહોંચે, તો હાર્દિકની કેપ્ટનશીપ હેઠળ ટાઈટલ ન જીતવાની આ સતત 3 જી સીઝન હશે. આ બધી બાબતોને જોતા MI મેનેજમેન્ટ 2027 માટે નવો કેપ્ટન શોધવા મજબૂર થઈ શકે છે.
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ઋષભ પંત
IPL 2025 ના મેગા ઓક્શનમાં લખનૌના માલિક સંજીવ ગોયન્કાએ ઋષભ પંતને 27 કરોડ રૂપિયાની તોતિંગ રકમ આપીને ખરીદ્યો હતો અને કેપ્ટન બનાવ્યો હતો. પણ આ નિર્ણય હાલમાં ફ્લોપ જઈ રહ્યો છે. IPL 2025 માં LSG પોઈન્ટ ટેબલમાં 7 માં સ્થાને રહી હતી અને હવે 2026 માં તો ટીમની હાલત એટલી કફોડી છે કે તે 8 મેચમાંથી માત્ર 4 પોઈન્ટ સાથે સીધી છેલ્લા સ્થાને ધકેલાઈ ગઈ છે. પંતની હાલત પણ અત્યારે મુંબઈમાં હાર્દિક પંડ્યા જેવી જ થઈ ગઈ છે. બેટિંગમાં પણ પંત કોઈ જાદુ નથી બતાવી શક્યો; તેણે 2025 અને 2026 ની સીઝનમાં રમેલી 22 મેચોમાં માત્ર 458 રન જ બનાવ્યા છે. આ કંગાળ પ્રદર્શન જોતા લખનૌ પણ 2027 માં નવો કેપ્ટન મેદાનમાં ઉતારે તો કોઈ નવાઈ નહીં.
વૈભવ સૂર્યવંશીના બેટમાં ખરેખર AI ચિપ છે? વિવાદ પર રાજસ્થાનના ઓપનરે આપ્યો જવાબ
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને અજિંક્ય રહાણે
ગઈ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવા સિવાય કોઈ ખાસ વિકલ્પ બચ્યો ન હતો. 2025 ની સીઝનમાં રહાણેએ બેટિંગમાં થોડું સારું પ્રદર્શન કરતા 390 રન બનાવ્યા હતા. પરંતુ, IPL 2026 માં તેના પોતાના ફોર્મમાં મોટો ઘટાડો આવ્યો છે અને ટીમની હાલત પણ અગાઉના જેવી જ કફોડી છે. એ વાત સાચી કે KKR ના 3 મુખ્ય ફાસ્ટ બોલરોની ગેરહાજરીથી ટીમને મોટો ફટકો પડ્યો છે, પરંતુ 2026 ની સીઝનની શરૂઆતની 6 મેચોમાં સતત એકપણ જીત મેળવવામાં નિષ્ફળ રહેતા રહાણેની કેપ્ટનશીપ પર મોટા સવાલો ઉભા થયા છે. જોકે, કોલકાતાએ ત્યારપછી સળંગ 2 મેચો જીતીને થોડું કમબેક કર્યું છે, છતાં મેનેજમેન્ટ આવતા વર્ષે સુકાન અન્ય કોઈ ખેલાડીને સોંપવાનો વિચાર ચોક્કસ કરી શકે છે.
કિંગ કોહલીનો વધુ એક કીર્તિમાન: IPL ના ઈતિહાસમાં રચ્યો આ મહારેકોર્ડ, બન્યો દુનિયાનો પ્રથમ ખેલાડી
