IPL Auction 2023: ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે IPL 2023 ની હરાજી સારી રહી હતી કારણ કે તેઓ શુક્રવારે કોચીમાં જ તેમના ખેલાડીઓ મેળવ્યા હતા. ગુજરાતે કેન વિલિયમસન સાથે શરૂઆત કરી અને અનકેપ્ડ ભારતીય ઉર્વીલ પટેલ સાથે સમેટી લીધી. આશિષ નેહરા દ્વારા પ્રશિક્ષિત ગુજરાત ટાઈટન્સની ટીમે આયર્લેન્ડના જોશુઆ લિટલ અને અનકેપ્ડ ભારતીય શિવમ માવીને પસંદ કરીને તેમના પેસ બોલિંગને મજબૂત બનાવ્યું. તેઓએ હાર્ડ-હિટિંગ વેસ્ટ ઈન્ડિયન ઓલરાઉન્ડર ઓડિયન સ્મિથને  ટીમનો ભાગ બનાવ્યો છે.  જીટી દ્વારા હરાજીમાં ખરીદાયેલા અન્ય ખેલાડી કેએસ ભરત અને મોહિત શર્મા છે.



ગુજરાત ટાઇટન્સ


IPL 2023 સ્ક્વોડ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, અલઝારી જોસેપ,  મોહમ્મદ શમી, નૂર અહમદ, આર સાઈ કિશોર, યશ દયાલ, કેન વિલિયમસન, ઉર્વીલ પટેલ, જોશુઆ લિટલ, શિવમ માવી, ઓડિયન સ્મિથ, કેએસ ભરત, મોહિત શર્મા


 


IPL Auction 2023:IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સૈમ કરન, જાણો કેટલા કરોડમાં વેચાયો ?



ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન આઇપીએલ ઓક્શનમાં વેચનારો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેને યુવરાજ સિંહ અને ક્રિસ મૉરિસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હરાજીના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. 24 વર્ષીય કરણને કોચીમાં ચાલી રહેલી IPL મિની-ઓક્શનમાં પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 


 


માત્ર 6 ખેલાડીઓ 53.90 કરોડમાં વેચાયા


IPL 2023ની હરાજીમાં ઇંગ્લિશ ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. ફ્રેન્ચાઇઝીઓએ ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર ઘણા પૈસા ખર્ચ્યા અને તેમને પોતાની ટીમમાં લેવા માટે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. ઈંગ્લેન્ડના માત્ર ત્રણ ખેલાડીઓને 48 કરોડ રૂપિયા મળ્યા છે. ભલે તે મીની હરાજી હોય પણ તેમાં ઈંગ્લિશ ખેલાડીઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.


સ્ટોક્સ ધોનીની કેપ્ટનશીપમાં રમશે


ચેન્નાઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. બેન સ્ટોક્સ માટે આઈપીએલમાં આ અત્યાર સુધીની સૌથી મોટી રકમ છે. અગાઉ વર્ષ 2017માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સે તેને 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એક સમયે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હતો.