IPL 2023: ઇન્ડિયન પ્રિમિયર લીગએ ક્રિકેટનું એક એવું પ્લેટફોર્મ માનવામાં આવે છે, જે વિશ્વભરના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમની કુશળતા બતાવવાની તક આપે છે. IPL 2008 થી IPL 2022 સુધી આ પ્લેટફોર્મે આવા ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે, જેઓ પાછળથી મોટા સ્ટાર બન્યા છે.  IPL 2023માં આવા જ એક યુવા ખેલાડી યશ ધૂલને દિલ્હી કેપિટલ્સ દ્વારા ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે. આવો અમે તમને આ યુવા ખેલાડી વિશે જણાવીએ.






દિલ્હી કેપિટલ્સના યુવા ખેલાડી યશ ધૂલે મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. 20 વર્ષીય યુવા ખેલાડી યશ ધૂલને દિલ્હી કેપિટલ્સ IPL 2022 દરમિયાન 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝ આપીને તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. IPL 2023માં દિલ્હીએ 50 લાખ રૂપિયા આપીને આ યુવા ખેલાડીને રિટેન કર્યો હતો.






ડેબ્યૂમાં સારી બેટિંગ કરી શક્યો ન હતો


યશ ધૂલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝમાં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડકપ જીત્યા બાદ તરત જ યશ ધૂલને દિલ્હીની ટીમ દ્વારા તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને હવે તેણે 11 એપ્રિલ 2023ના રોજ ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે તેની ડેબ્યૂ મેચમાં ફ્લોપ રહ્યો હતો. પોતાની પ્રથમ IPL મેચમાં દિલ્હીનો યુવા ખેલાડી યશ ધૂલે  4 બોલનો સામનો કર્યો હતો અને માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે દિલ્હીની ટીમ આ યુવા ખેલાડીને આગામી મેચમાં રમવાની તક આપે છે કે નહીં.


યશે અત્યાર સુધી 8 T20 મેચોની 8 ઇનિંગ્સમાં 72.60ની એવરેજ અને 131.52ની સ્ટ્રાઇક રેટથી 363 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 વખત અડધી સદીની ઇનિંગ્સ પણ રમી છે.  IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવી પ્રથમ જીત નોંધાવી. આ સાથે જ દિલ્હીને સતત ચોથી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 172 રન બનાવ્યા હતા. મુંબઈએ છેલ્લા બોલે ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મુંબઈ તરફથી રોહિત શર્માએ 65 રન બનાવ્યા હતા