Rohit Sharma Pants Came Off: IPL 2024ની 29મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્માએ સદી ફટકારી હતી. જોકે તેની સદી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટીમને જીત અપાવી શકી ન હતી. રોહિતે 63 બૉલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 105* રનની ઇનિંગ રમી હતી. મુંબઈ ભલે જીતી ન શક્યું, પરંતુ હિટમેનની સદીએ ચાહકોનું ખુબ જ મનોરંજન કર્યું હતું. તેવી જ રીતે ફિલ્ડિંગ દરમિયાન જ્યારે રોહિત શર્માનું પેન્ટ ઉતર્યું ત્યારે ચાહકોને હસવાનો મોકો મળ્યો. આ દરમિયાન પત્ની રિતિકાને શરમનો સામનો કરવો પડ્યો હતો.


લાઈવ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે રોહિત શર્માનું પેન્ટ ઉતરી ગયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન સાથે કેચ કરવાનો પ્રયાસ કરતી વખતે આ ઘટના બની હતી. 12મી ઓવરના ચોથા બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે લેગ સાઇડ તરફ શોટ રમ્યો હતો. આ તરફ રોહિત શર્મા ફિલ્ડિંગ કરી રહ્યો હતો. હવામાં બોલને જોઈને રોહિત શર્મા બોલને પકડવા દોડ્યો. પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ તે કેચ પકડી શક્યો નહીં, પરંતુ આ દરમિયાન તેનું પેન્ટ નીચે સરકી ગયું.


રોહિત શર્માની આ મો-મો મોમેન્ટ પર પત્ની રિતિકાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટના જોઈને રીતિકા એકદમ શરમાઈ ગઈ, બાદમાં હંસી પડી હતી, જે સ્ટેન્ડમાં બેસીને મેચ જોઈ રહી હતી.






રોહિતની સદી છતાં મુંબઇએ ગુમાવી મેચ 
વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 206 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન જ બનાવી શકી હતી. ઓપનિંગમાં આવેલા રોહિત શર્માએ સદી રમી હતી અને 63 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 105* રન બનાવ્યા હતા. જોકે રોહિતની આ સદી મુંબઈને વિજય રેખા પાર કરવામાં મદદ કરી શકી ન હતી.


 






-