MI vs CSK: રોહિત શર્મા ઘણા લાંબા સમયથી T20 ક્રિકેટ રમી રહ્યો છે અને આ લાંબી સફરમાં તેણે ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. હવે રોહિત T20 ક્રિકેટના ઈતિહાસમાં 500 સિક્સર મારનાર પ્રથમ એશિયન બેટ્સમેન બની ગયો છે. રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં રોહિત શર્માએ 3 સિક્સ મારીને પોતાની T20 કરિયરમાં 500 સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. 'હિટમેન' રોહિત શર્માનો સિક્સર કિંગ બનવાનો ઉદય વર્ષ 2006 માં શરૂ થયો હતો અને હવે 18 વર્ષ પછી, તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે.


રોહિત શર્માએ 2006ની ઇન્ટર સ્ટેટ ટી20 ટૂર્નામેન્ટમાં તેની ટી20 કારકિર્દીની પ્રથમ છગ્ગા ફટકારી હતી. મુંબઈ તરફથી રમતી વખતે તેણે બરોડા સામેની મેચમાં પ્રથમ સિક્સ ફટકારી હતી. IPL 2024 માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં તેની T20 કારકિર્દીની 500મી સિક્સ આવી. એક રસપ્રદ તથ્ય છે કે જ્યારે રોહિતે તેની પ્રથમ સિક્સર અને તેની 500મી સિક્સર ફટકારી ત્યારે અજિંક્ય રહાણે બંને મેચમાં રમી રહ્યો હતો.


તેણે રવિન્દ્ર જાડેજાના બોલને બાઉન્ડ્રી લાઈન પાર કરીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્મા પછી T20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી છે, જેણે અત્યાર સુધી 383 સિક્સર ફટકારી છે. રોહિત પછી સૌથી વધુ સિક્સર મારનાર એશિયન બેટ્સમેન શોએબ મલિક છે, જેના નામે હાલમાં 420 સિક્સર છે.


 






T20 ક્રિકેટમાં સિક્સરનો બાદશાહ કોણ છે?
રોહિત શર્માએ ભલે તેની T20 ક્રિકેટ કારકિર્દીમાં 500 છગ્ગા પૂરા કર્યા હોય, પરંતુ સૌથી વધુ છગ્ગા મારવાની બાબતમાં તેની ઉપર 4 વધુ ખેલાડી છે. અત્યાર સુધી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ક્રિસ ગેલના નામે છે, જેણે પોતાની કારકિર્દીમાં 1056 સિક્સર ફટકારી હતી. આ મામલામાં કિરોન પોલાર્ડ (860), આન્દ્રે રસેલ (678) અને કોલિન મનરો (548) હજુ પણ રોહિત શર્માથી આગળ છે.