DC vs SRH Match Prediction: IPL, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે રાત્રે (24 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સની ટક્કર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થવાની છે. બંને ટીમો આ સિઝનમાં અત્યાર સુધીમાં 6-6 મેચ રમી ચૂકી છે. જેમાં SRH 6 માંથી 4 મેચ હારી છે અને દિલ્હી કેપિટલ્સ 6 માંથી 5 મેચ હારી ચૂકી છે. એટલે કે બન્ને ટીમોની આ સિઝન ખુબ ખરાબ રહી છે. બંને ટીમો પૉઈન્ટ ટેબલમાં હાલમાં નવમા અને દસમા સ્થાન પર છે. પ્લેઓફની રેસમાં આ બન્ને ઘણી પાછળ દેખાઇ રહી છે, અને હવે આજની મેચ જીતીને પોતાની સ્થિતિ સુધારવા પ્રયાસ કરશે.


ખરેખરમાં, આ સિઝનમાં બંને ટીમો ફ્લૉપ રહી છે. દિલ્હીએ પોતાની શરૂઆતી પાંચ મેચોમાં હારનો સામનો કર્યો છે, અને આ પછી એક જીત મળી હતી. બીજીબાજુ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હાર-જીતની રમત રમાઇ રહી છે. પ્રથમ બે મેચ હાર્યા બાદ SRHએ બેક ટૂ બેક બે મેચો જીતી લીધી હતી, પછી છેલ્લી બે મેચમાં તેને એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. આવામાં આજની મેચમાં કોણ જીતશે તે જોવું રસપ્રદ રહેશે.


શું છે હેડ ટૂ હેડ આંકડા ?
દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 21 મેચ રમાઈ છે. જેમાંથી દિલ્હીએ 10 અને હૈદરાબાદે 11માં જીત હાંસલ કરી છે, એટલે કે બંને ટીમો વચ્ચે બરાબરીની ટક્કર રહી છે. 


દિલ્હીની તાકાત અને નબળાઈ ?
દિલ્હી કેપિટલ્સ માટે બૉલરો સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ ટીમના ફાસ્ટ બૉલર ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને એનરિક નૉર્ખિયાએ સારુ પરફોર્મન્સ આપ્યુ છે. સ્પિનરોમાં પણ કુલદીપ અને અક્ષરે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. આ ટીમ માટે સૌથી મોટી સમસ્યા બેટિંગની છે. ડેવિડ વોર્નર સિવાય અન્ય કોઇપણ બેટ્સમેન ચાલતા નથી. અક્ષર પટેલ અને લલિત યાદવે અમુક મેચોમાં સારી બેટિંગ કરી છે, પરંતુ તે નિરંતરતા નથી જાળવી શક્યા, આ ત્રણ સિવાય દિલ્હીનો બીજો કોઈ બેટ્સમેન ફોર્મમાં નથી.


શું છે હૈદરાબાદ માટે મજબૂત અને નબળી કડી ?
આ સિઝનમાં હૈદરાબાદના ખેલાડીઓના પ્રદર્શનમાં અનિયમિતતા રહી છે. કેટલીક મેચોમાં આ ટીમના બેટ્સમેનોએ ધૂમ મચાવી છે તો ક્યારેક બૉલરોએ કમાલ કર્યો છે, પરંતુ નિયમિત સારા પ્રદર્શનના અભાવે આ ટીમ પૉઇન્ટ ટેબલમાં નીચે રહી છે. મયંક માર્કંડે સ્પિન વિભાગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, ભુવનેશ્વર અને માર્કો યાન્સેને ફાસ્ટ બૉલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. બેટ્સમેનોમાં મયંક અગ્રવાલ સિવાય બીજા તમામ બેટ્સમેનોએ અમૂક અમૂક મેચોમાં સારી રમત બતાવી છે. 


આજે કોનુ પલડુ છે ભારે ?
આ સિઝનમાં બન્ને ટીમો લગભગ એકસરખી જ પરિસ્થિતિમાં જ ચાલી રહી છે. દિલ્હી કેપિટલ્સ બૉલિંગમાં થોડુ વધારે પ્રભુત્વ ધરાવે છે, વળી, SRH બેટિંગમાં થોડુ સારુ પ્રદર્શન કરી રહી છે. આવામાં આજની મેચમાં કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે. આ મેચ SRHના હૉમ ગ્રાઉન્ડ પર રમાશે, તેનાથી ચોક્કસપણે ઓરેન્જ આર્મીને થોડો ફાયદો જરૂર થશે, પરંતુ જો દિલ્હીમાં અમૂક બેટ્સમેન વોર્નર સાથે ટકી જાય તો મેચની સ્થિતિ અને દિશા બન્ને પલટાઇ શકે છે. એકંદરે આજની મેચ બરાબરીની રહેશે.