IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની અત્યારે 16મી સિઝન ચાલી રહી છે, આ સિઝનની ગઇકાલે 62મી મેચ રમાઇ, આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને હાર આપી હતી. આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતાં મોટો સ્કૉર નોંધાવ્યો જેમાં ગુજરાતની ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગીલે શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે જ શુભમન ગીલ આઈપીએલની આ સિઝનમાં સદી ફટકારનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે.
શુભમન ગીલે IPLમાં સદી ફટકારતાની સાથે જ એક મોટું કારનામું કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, ગીલ IPLમાં સદી ફટકારનાર ગુજરાતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. IPL 2022નો ખિતાબ જીતનાર ગુજરાત માટે કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યો ન હતો, એટલુ જ નહીં, ગીલ IPLમાં ગુજરાત માટે સૌથી મોટો સ્કૉર પણ પાછળ છોડી ગયો છે. આ સદી પહેલા આ રેકોર્ડ પણ ગીલના નામે હતો, જેને 2022માં પંજાબ સામે 96 રન બનાવ્યા હતા.
ગુજરાત માટે સૌથી મોટો સ્કૉર બનાવનારા બેટ્સમેનોનું લિસ્ટ -
101- શુભમન ગીલ વિરુદ્ધ સનરાઇઝર્સ, ગુજરાત, 2023
96- શુભમન ગીલ વિરુદ્ધ પીબીકેએસ, મુંબઇ, 2022
94*- ડેવિડ મિલર વિરુદ્ધ સીએસકે, પુણે, 2022
94*- શુભમન ગીલ વિરુદ્ધ એલએસજી, અમદાવાદ, 2023
--