IPL 2023 Auction Live: આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન, યુવરાજનો તોડ્યો રેકોર્ડ

IPL Players Auction 2023: 23 ડિસેમ્બરે આઇપીએલ ઓક્શનનું આયોજન, આ ઓક્શન આઇપીએલની 16મી સિઝન માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ હરાજી કોચ્ચીમાં......

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Dec 2022 06:08 PM
કાઇલી જેમિસનને ચેન્નાઇ સુપર કિંગ્સે ખરીદ્યો

કાઇલી જેમિસનની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી, તેને ચેન્નાઇની ટીમે બેઝ પ્રાઇસ પર ખરીદ્યો.

દાસૂન શનાકા અનસૉલ્ડ

શ્રીલંકન ખેલાડી દાસૂન શનાકાની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો. 

રાઇલી મેરિડિથ અનસૉલ્ડ 

રાઇલી મેરિડિથની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો. 

સંદીપ શર્મા અનસૉલ્ડ

સંદીપ શર્માની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો. 

મોહમ્મદ નબી અનસૉલ્ડ

અફઘાનિસ્તાનનો બેસ્ટ ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ નબી અનસૉલ્ડ રહ્યો. 

ડેનિયન સેમ્સને લખનઉએ ખરીદ્યો

ડેનિયલ સેમ્સને લખનઉ સુપર જાયન્ટ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી. 

ડેરિલ મિશેલ અનસૉલ્ડ

ડેરિલ મિશેલની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી, તેને કોઇ ટીમે નથી ખરીદ્યો. 

લખનઉએ રોમારિયોને ખરીદ્યો

રોમારિયો શેફર્ડની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, તેને લખનઉ સુપર જાયન્ટ્સે બેઝ પ્રાઇસમાં જ ખરીદ્યો. 

મનદીપ સિંહ અને ટ્રેવિસ હેડ અનસૉલ્ડ

મનદીપ સિંહ અને ટ્રેવિસ હેડ અનસૉલ્ડ

ડેવિડ મલાન અનસૉલ્ડ 

ડેવિડ મલાન અનસૉલ્ડ 

વિક જેક્સને આરસીબીએ 3.20 કરોડમાં ખરીદ્યો 

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિક જેક્સની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી, તેને આરસીબીએ 3.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

મનીષ પાંડેને દિલ્હીએ 2.40 કરોડમાં ખરીદ્યો

મનીષ પાંડેને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો. તે 2.40 કરોડ રૂપિયામાં વેચાયો, તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી. 

પૉલ સ્ટર્લિંગ અનસૉલ્ડ 

આયરલેન્ડના ઓલરાઉન્ડ પૉલ સ્ટર્લિંગની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો. 

સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ 

શિવમ માવી, 6 કરોડ રૂપિયા (ગુજરાત ટાઇટન્સ)
મુકેશ કુમાર, 5.50 કરોડ રૂપિયા (દિલ્હી કેપિટલ્સ)
વિવ્રાંત શર્મા, 2.60 કરોડ રૂપિયા (સનરાઇઝર્સ હૈદરાબાદ) 
કેએસ ભરત, 1.20 કરોડ રૂપિયા (ગુજરાત ટાઇટન્સ) 
એન જગદીશન, 90 લાખ રૂપિયા (કોલકત્તા નાઇટ રાઇડર્સ)

મુર્ગન અશ્વિન અનસૉલ્ડ

મુર્ગન અશ્વિનની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો. 

દિલ્હીએ મુકેશ કુમાર પર લગાવ્યો દાંવ, 5.50 કરોડમાં ખરીદ્યો

મુકેશ કુમારની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તેને દિલ્હી કેપિટલ્સે 5.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

શિવમ માવીને ગુજરાતે 6 કરોડમાં ખરીદ્યો 

શિવમ માવીની બેઝ પ્રાઇસ 40 લાખ રૂપિયા હતી, તેને ગુજરાત ટાઇટન્સે 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો. 

કેએમ આસિફ અનસૉલ્ડ

કેએમ આસિફ અનસૉલ્ડ રહ્યો

મુજ્તબા યુસુફ અનસૉલ્ડ

મુજ્તબા યુસુફ અનસૉલ્ડ રહ્યો 

કેકેઆરે વૈભવ અરોડાને ખરીદ્યો

વૈભવ અરોડાની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તેને કેકેઆરે 60 લાખ રૂપિયામાં ખરીદ્યો.

યશ ઠાકરુને લખનઉને ખરીદ્યો

23 વર્ષના યશ ઠાકુરની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તેને લખનઉ સુપર જાયન્ટ્સે 45 લાખ રૂપિયામાં ખરીદ્યો 

ઉપેન્દ્ર યાદવને મુંબઇ ઇન્ડિયન્સે ખરીદ્યો

ઉપેન્દ્ર યાદવને મુંબઇ ઇન્ડિયન્સે ખરીદ્યો

શ્રીકર ભરત પર ગુજરાતે લગાવ્યો દાંવ

શ્રીકર ભરતને ગુજરાત ટાઇટન્સે 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો 

જગદીશન પર કેકેઆરે લગાવ્યો દાંવ, 90 લાખ રૂપિયામાં ખરીદ્યો 

એન જગદીશનની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તેને લઇને ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે બોલી લાગી, અંતે તેને કેકેઆરે 90 લાખ રૂપિયામાં ખરીદ્યો. 

શશાંક સિંહ અનસૉલ્ડ

શશાંક સિંહની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તે અનસૉલ્ડ રહ્યો. 

સુમિત કુમાર અનસૉલ્ડ 

સુમિત કુમારની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, પરંતુ તે અનસૉલ્ડ રહ્યો.

અનસૉલ્ડ રહ્યો દિનેશ બાના

દિનેશ બાના અનસૉલ્ડ રહ્યો, તેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી.

60 લાખ રૂપિયામાં વેચાયો નિશાંત સિંધુ, ચેન્નાઇએ ખરીદ્યો 

નિશાંત સિંધુની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તેને ચેન્નાઇ સુપર કિંગ્સે 60 લાખ રૂપિયામા ખરીદ્યો.





હૈદરાબાદે સમર્થ વ્યાસને ખરીદ્યો

સમર્થ વ્યાસને સનરાઇઝર્સ હૈદરાબાદે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી. 

અભિમન્યૂ ઇશ્વરન અનસૉલ્ડ 

અભિમન્યૂ ઇશ્વરન અનસૉલ્ડ રહ્યો, તે ઇન્ડિયા એ માટે હાલમાં સારુ પ્રદર્શન કરીને ચર્ચામાં છે. 

અનસૉલ્ડ રહ્યો પ્રિયમ ગર્ગ 

ભારતીય ખેલાડી પ્રિયમ ગર્ગ અનસૉલ્ડ રહ્યો, સૌરભ કુમાર અને દક્ષિણ આફ્રિકાનો કૉર્બિન બૉચ પણ અનસૉલ્ડ રહ્યો 

20 લાખની બેઝ પ્રાઇસ વાળા વિવ્રાંતને હૈદરાબાદે 2.60 કરોડમાં ખરીદ્યો 

વિવ્રાંત શર્મા ઓલરાઉન્ડર ખેલાડી છે, તેની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તેને લઇને કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદારાબાદ વચ્ચે બોલી લાગી, અંતમાં હૈદરાબાદે બાજી મારી લીધી, તેને 2.60 કરોડ રૂપિયામાં ખરીદી લીધો. 





અનસૉલ્ડ રહ્યો શુભમ ખજુરિયા 

શુભમ ખજુરિયાની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, પરંતું તેને કોઇને ના ખરીદ્યો 

રોહન કુન્નુમ્મલ અનસૉલ્ડ રહ્યો

રોહન કુન્નુમ્મલની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તે પણ અનસૉલ્ડ રહ્યો. 

શાઇક રાશીદને ચેન્નાઇએ બેઝ પ્રાઇસમાં ખરીદ્યો

શાઇક રાશીદની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, તેને ચેન્નાઇની ટીમે બેઝ પ્રાઇસ પર ખરીદ્યો 

હિંમત સિંહ અનસૉલ્ડ રહ્યો

હિંમતસિંહની 20 લાખ રૂપિયા બેઝ પ્રાઇસ હતી, તે અનસૉલ્ડ રહ્યો. 

અનસૉલ્ડ રહ્યો અનમૉલપ્રીત સિંહ

અનમોલપ્રીત સિંહની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતી, પરંતું તેને કોઇને ના ખરીદ્યો. 

મયંક અને બ્રુક પર લારાની પ્રતિક્રિયા

મયંક અને બ્રૂકને લઇને શું બોલ્યા હેડ કૉચ બ્રાયન લારા, સાંભળો અહીં...... 





શમ્સી-જામ્પા રહ્યાં અનસૉલ્ડ

વેસ્ટ ઇન્ડિઝના અકીલ હૂસૈન, દક્ષિણ આફ્રિકાના તબરેજ શમ્સી અને ઓસ્ટ્રેલિયાના એડમ જામ્પા અનસૉલ્ડ રહ્યાં 

માર્કન્ડેયને હૈદરાબાદે ખરીદ્યો

મયંક માર્કન્ડેયને સનરાઇઝર્સ હૈદરાબાદે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી 





હૈદરાબાદે રાશીદને ખરીદ્યો

આદિશ રાશીદને સનરાઇઝર્સ હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો 

દિલ્હીનો થયો ઇશાન્ત શર્મા, 50 લાખમાં વેચાયો

દિલ્હી કેપિટલ્સે ઇશાન્ત શર્માને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી 

મુંબઇએ રિચર્ડસનને ખરીદ્યો

ઓસ્ટ્રેલિયાના બૉલર રિચર્ડસનને મુંબઇ ઇન્ડિયન્સે 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી. 

અનેસૉલ્ડ રહ્યો મિલ્ને 

ન્યૂઝીલેન્ડનો બૉલર એડમ મિલ્ને અનસૉલ્ડ રહ્યો, તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી 

જયદેવ ઉનડકટ પર લખનઉનો દાંવ 

જયદેવ ઉનડકટને લખનઉ સુપર જાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો , આ તેની બેઝ પ્રાઇસ હતી.

ક્સિ જૉર્ડન અનસૉલ્ડ રહ્યો

ઇંગ્લેન્ડનો બૉલર ક્રિસ જૉર્ડન અનસૉલ્ડ રહ્યો, તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. 

દિલ્હી કેપિટલ્સને સૉલ્ટને 2 કરોડમાં ખરીદ્યો

ઇંગ્લેન્ડના બેટ્સમેન ફિલિપ સૉલ્ટને દિલ્હી કેપિટલ્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, તેની આ બેઝ પ્રાઇસ હતી. 

મેન્ડિસ-બેન્ટન અનસૉલ્ડ રહ્યાં

શ્રીલંકાનો કુસલ મેન્ડિસ અને ઇંગ્લેન્ડનો ટૉમ બેન્ટન અનસૉલ્ડ રહ્યાં, મેન્ડિસની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી, જ્યારે બેનટનની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.

હેનરિક ક્લાસેનને દિલ્હીએ 1.20 કરોડમાં ખરીદ્યો

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેનને દિલ્હી કેપિટલ્સે ખરીદી લીધો છે, તેની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતી, જ્યારે દિલ્હીએ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે, તે પોતાની બેઝ પ્રાઇસથી 20 લાખ રૂપિયા વધારે મેળવી શક્યો છે.

લખનઉ સુપર જાયન્ટ્સે નિકોલસ પૂરનને 16 કરોડમાં ખરીદ્યો

વેસ્ટ ઇન્ડિઝના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનને લખનઉ સુપર જાયન્ટ્સે 16 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે, તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.

નિકોલસ પૂરન પર લાગી રહી છે બોલી

વેસ્ટ ઇન્ડિઝના નિકોલસ પૂરન પર લાગી રહી છે બોલી, આને લઇને રાજસ્થાન રૉયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ ચાલી રહ્યો છે, બોલી 5 કરોડ રૂપિયાને પાર પહોંચી ચૂકી છે. 

બાંગ્લાદેશનો લિટન દાસ અનસૉલ્ડ રહ્યો

બાંગ્લાદેશનો સ્ટાર બેટ્સમેન લિટન દાસ અનસૉલ્ડ રહ્યો છે, તેની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. 

બાંગ્લાદેશનો લિટન દાસ અનસૉલ્ડ રહ્યો

બાંગ્લાદેશનો સ્ટાર બેટ્સમેન લિટન દાસ અનસૉલ્ડ રહ્યો છે, તેની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી. 

પંજાબ કિંગ્સનું ફની ટ્વીટ

સેમ કરનને ખરીદ્યા બાદ પંજાબ કિંગ્સે પોતાની ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી એક ફની ટ્વીટ કર્યુ છે, એક તસવીર પૉસ્ટ કરી છે, જેમાં જૉની બેયરર્સ્ટોએ સેમ કરનને ખભા પર ઉંચકી લીધો છે.





વિદેશી ખેલાડીઓનો જલવો

સેમ કરન (ઇંગ્લેન્ડ) - 18.50 કરોડ, પંજાબ કિંગ્સ (બેઝ પ્રાઇસ - 2 કરોડ)
કેમરુન ગ્રીન (ઓસ્ટ્રેલિયા)- 17.50 કરોડ, મુંબઇ ઇન્ડિયન્સ (બેઝ પ્રાઇસ - 2 કરોડ) 
બેન સ્ટૉક્સ (ઇંગ્લેન્ડ)- 16.25 કરોડ, ચેન્નાઇ સુપર કિંગ્સ (બેઝ પ્રાઇસ - 2 કરોડ) 

હજુ સુધી અનસૉલ્ડ રહ્યાં આ ખેલાડી

જૉ રૂટ (ઇંગ્લેન્ડ) - બેઝ પ્રાઇસ 1 કરોડ
રાઇલે રોસો (સાઉથ આફ્રિકા) - બેસ પ્રાઇસ 2 કરોડ
શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – બેઝ પ્રાઇસ - 1.5 કરોડ

બેન સ્ટૉક્સને ચેન્નાઇએ 16.25 કરોડમા ખરીદ્યો




બેન સ્ટૉક્સને ચેન્નાઇ સુપર કિંગ્સે ભારે ભરખમ રકમથી ખરીદ્યો છે, સીએસકેએ અંત સુધી બોલી લગાવીને સ્ટૉક્સને 16.25 કરોડ રૂપિયામાં ખરીદી લીધો. 







કેમરુન ગ્રીન પર મુંબઇએ લગાવ્યો દાંવ, 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો

મુંબઇ ઇન્ડિયન્સે કેમરુન ગ્રીન પર મોટો દાંવ લગાવ્યો છે, તેને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.



 

રાજસ્થાન હૉલ્ડર પ લાગવ્યો દાંવ, 5.75 કરોડોમાં ખરીદ્યો




વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ખેલાડી જેસન હૉલ્ડરને રાજસ્થાન રૉયલ્સે 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. હૉલ્ડરની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. 







 

ઓડિયન-સિકન્દર 50-50 લાખમાં વેચાયા




વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર ઓડિયન સ્મિથને ગુજરાત ટાઇટન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો, આ તેની બેઝ પ્રાઇસ હતી, સિકન્ડર રજાને પંજાબ કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો, ઝિમ્બાબ્વેના સિકન્ડરની બેઝ પ્રાઇસ 50 લાખ રૂપિયા હતી.





સેમ કરને તોડ્યા તમામ રેકોર્ડ

IPL 2023 ઇતિહાસના તમામ રેકોર્ડ સેમ કરને તોડી નાંખ્યા છે, સેમ કરન પર સૌથી મોટી બોલી 18.50 કરોડ રૂપિયા લાગી છે, કરનને પંજાબ કિંગ્સે ખરીદ્યો

આઇપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો સેમ કરન

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી સેમ કરન આઇપીએલ ઓક્શનમાં વેચનારો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે, તેને યુવરાજ સિંહ અને ક્રિસ મૉરિસનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

અનસૉલ્ડ રહ્યો શાકિબ અલ હસન



બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને કોઇ ખરીદનાર નથી મળ્યુ, તે અત્યારે અનસૉલ્ડ રહ્યો છે, તેની બેઝ પ્રાઇસ 1.50 કરોડ રૂપિયા હતી.






 

રૂટ અને રુસોને કોઇએ ના ખરીદ્યા

રાઇલી રુસો અને જૉ રૂટને કોઇ ના મળ્યુ ખરીદનારુ
ઇંગ્લેન્ડના જૉ રૂટ અને દક્ષિણ આફ્રિકાના રાઇલી રુસોને કોઇપણ ખરીદનાર મળ્યો નથી, રૂટની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા હતા,  જ્યારે રુસોની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી

ચેન્નાઇએ રહાણે 50 લાખમાં ખરીદ્યો

રહાણેને ચેન્નાઇએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો 


અજિંક્યે રહાણેને ચેન્નાઇ સુપર કિંગ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો 

હૈદરાબાદે મયંક અગ્રવાલ 8.25 કરોડમાં ખરીદ્યો 

હૈદરાબાદે મયંક અગ્રવાલ પર લગાવ્યો દાંવ, 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો 



મયંક અગ્રવાલને સનરાઇઝર્સ હૈદરાબાદે 8.25 કરોડમાં ખરીદ્યો


મયંક અગ્રાવેલ પર લાગી રહી છે બોલી

મયંક અગ્રાવેલ પર લાગી રહી છે બોલી, ચેન્નાઇ-હૈદરાબાદ વચ્ચે જંગ


મયંક અગ્રવાલ પર બોલી, સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે દિલચસ્પ જંગ ચાલી રહ્યો છે.

હેરી બ્રૂક પર હૈદરાબાદનો મોટો દાંવ, 13.25 કરોડમાં ખરીદ્યો

IPL 2023 Auctionમાં મોટુ અપડેટ, હેરી બ્રૂક પર હૈદરાબાદે લગાવ્યો મોટો દાંવ, 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

હેરી બ્રૂક પર 8 કરોડની બોલી

ઇંગ્લેન્ડના હેરી બ્રૂક પર લાગી રહી છે બોલી, 8 કરોડ પર પહોંચ્યો ભાવ





માત્ર 2 કરોડમાં વેચાયો કેન વિલિયમસન

માત્ર 2 કરોડમાં વેચાયો કેન વિલિયમસન, ગુજરાત ટાઇટન્સે બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો 

આઇપીએલ 2023 માટે ઓક્શનની શરૂઆત

આઇપીએલ 2023 માટે ઓક્શનની શરૂઆત





પહેલા સેટ પર આ ખેલાડીઓ પર લાગશે બોલી

મયંક અગ્રવાલ (ભારત) - બેઝ પ્રાઇઝ 1 કરોડ રૂપિયા 
હૈરી બ્રૂક (ઇંગ્લેન્ડ)- બેઝ પ્રાઇઝ 1.5 કરોડ રૂપિયા 
અજિંક્યે રહાણે (ભારત)- બેઝ પ્રાઇઝ 50 લાખ
જૉ રૂટ (ઇંગ્લેન્ડ)- બેઝ પ્રાઇઝ 1 કરોડ 
રાઇલી રુસો (દક્ષિણ આફ્રિકા)-  બેઝ પ્રાઇસ 2 કરોડ 
કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) - બેઝ પ્રાઇસ 2 કરોડ 

થોડીવારમાં શરૂ થશે આઇપીએલ 2023 ઓક્શન

આઇપીએલ 2023ની હરાજી શરૂ થવામાં થોડોક સમય બચ્યો છે, બપોરે 2.30 વાગ્યાથી ઓક્શન શરૂ થઇ  જશે, આ સિઝનમાં કુલ 405 ખેલાડીઓ પર બોલી લાગશે.

બેન મેકડરમૉટ પણ નહીં થાય હરાજીમાં સામેલ

ઓસ્ટ્રેલિયાના ટૉપ ઓર્ડર બેટ્સમેન બેન મેકડરમૉટ પણ હરાજીમાંથી બહાર થઇ ગયો છે, તેને આઇપીએલ ઓક્શન 2023 માંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે. 

યુવા સ્પિનર ​​રેહાન અહેમદ હરાજીમાંથી બહાર

IPL Auction Rehan Ahmed: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ ક્રિકેટ જગતમાં ડંકો વગાડ્યો છે. દરેક દેશના ખેલાડીઓ ક્રિકેટની સૌથી મોટી અને સૌથી ધનિક લીગમાં રમવા માટે ઉત્સુક છે. પરંતુ એક એવો ખેલાડી છે જેણે આ રિચ લીગમાં રમવાની ના પાડી દીધી છે. આ ખેલાડી છે ઈંગ્લેન્ડનો યુવા સ્પિનર ​​રેહાન અહેમદ. આ સ્ટાર ખેલાડીએ અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે. લેગ સ્પિનર ​​રેહાને આ મહિને 17 ડિસેમ્બરે પાકિસ્તાન સામે કરાચી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે પ્રથમ દાવમાં 2 અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ સાથે રેહાને પોતાની ડેબ્યુ મેચમાં 5 વિકેટ ઝડપનાર સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડથી વધુ

19 ખેલાડીઓની બેઝ પ્રાઇસ 2 કરોડ (સૌથી વધુ) છે, આ ખેલાડી વિદેશી છે. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે. આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે. 

સૌથી ઓછી રકમ કોલકત્તા પાસે

તમામ ફ્રેન્ચાઇઝીની હરાજી પર્સમાં કુલ રકમ 206.5 કરોડ રૂપિયા છે, આમાં સૌથી વધુ રકમ સનરાઇઝર્સ હૈદરબાદ (42.25 કરોડ) અને સૌથી ઓછી કોલકત્તા નાઇટ રાઇડર્સ (7.05 કરોડ) છે. 

સૌથી વધુ સ્લૉટ્સ હૈદરાબાદ પાસે

10 ફ્રેન્ચાઇજી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. સૌથી વધુ સ્લૉટ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (13) ની પાસે ખાલી છે, વળી, દિલ્હી કેપિટલ્સને સૌથી ઓછા ખેલાડીઓ (5) પર દાંવ લગાવવાનો છે. 

શૉર્ટલિસ્ટ થયા છે 405 ખેલાડીઓ

શૉર્ટલિસ્ટ થયેલા 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી હતા, વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશમાથી છે. આમાં 119 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ ધરાવતા હતા, બાકીના 282 ખેલાડીઓ અનકેપ્ડ હતા, આ સંખ્યામાં એક-બે નંબરનો હેરફેર થઇ શકે છે.  

87 સ્લૉટ્સ માટે ફ્રેન્ચાઇઝીની પાસે છે 206 કરોડ રૂપિયા

IPL 2023ની હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીઓ સામેલ હતા, આ 991 ખેલાડીઓમાંથી 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ 369 ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કરી, આ ઉપરાંત 36 અન્ય ખેલાડીઓને હરાજી સાથે જોડવાની પણ રિક્વેસ્ટ કરવામાં આવી, આ રીતે કુલ 405 ખેલાડીઓ ઓક્શન લિસ્ટમાં સામેલ હતા. તાજેતરમાં જ રેહાન અહેમદે પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ છે, કેટલાક અન્ય ખેલાડીઓએ પણ પોતાના નામ પાછા ખેંચી લીધા હોવાની ચર્ચા છે. આવામાં આ આંકડો 400 થી ઓછો થઇ શકે છે. 

IPL 2023- આ વખતે હરાજી સાથે જોડાયેલી ખાસ વાતો

IPL 2023 માટે આજે (23 ડિસેમ્બર) મિની ઓક્શન (Mini Auction) થવા જઇ રહ્યું છે. કેરળના શહેર 'કોચ્ચી'માં બપોરે 2.30 વાગ્યાથી હરાજી શરૂ થશે, આ વખતે હરાજીને મિની ઓક્શન તો કહેવામાં આવી રહી છે, પરંતુ આ કોઇ મેગા ઓક્શનથી કમ નથી. ખરેખરમાં આ વખતે હરાજી માટે ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે 206.5 કરોડ રૂપિયા છે, જે ગઇ વખતના મેગા ઓક્શનથી માત્ર અઢી ગણા જ ઓછા છે, ગઇ વખતે મેગા ઓક્શનમાં 551 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

આ હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે

જોકે, એવું માનવામાં આવે છે કે બેન સ્ટોક્સ અને સેમ કુરન જેવા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે. જો કે, આ સિવાય ઘણા ખેલાડીઓની કિંમત આશ્ચર્યજનક હોઈ શકે છે.આ હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે

આ ઓક્શનમાં 10 મોટી વાતો અહીં વાંચો...

1. હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડી સામેલ હતા. 
2. 991 ખેલાડીઓમાંથી 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ 369 ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કર્યા, આ ઉપરાંત 36 અન્ય ખેલાડીઓને હરાજી સાથે જોડવાની પણ રિક્વેસ્ટ કરવામાં આવી, આ રીતે હવે કુલ 405 ખેલાડી ઓક્શન લિસ્ટમાં સામેલ છે. 
3. 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી છે. વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશોમાંથી છે.
4. આ 405 ખેલાડીઓમાં કુલ 119 ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ નથી, બાકી 282 ખેલાડી અનકેપ્ડ છે. 
5. 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડી વિદેશી હોઇ શકે છે.  
6. 19 ખેલાડીઓની બેઝ પ્રાઇજ 2 કરોડ (સૌથી વધુ) છે, આ તમામ ખેલાડી વિદેશી છે. 
7. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે, આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે.
8. હરાજી માટે 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 206.5 કરોડ રૂપિયા છે. સૌથી વધુ પૈસા સનરાઇઝર્સ હૈદરાબાદ (42.25 કરોડ)ની પાસે છે. 
9. કોલકત્તા નાઇટ રાઇડર્સની પાસે હરાજી પર્સમાં સૌથી ઓછા પૈસા (7.05 કરોડ) છે. જ્યારે તેની પાસે 11 સ્લૉટ્સ ખાલી છે.
10. દિલ્હી કેપિટલ્સની પાસે સૌથી ઓછા સ્લૉટ્સ (5) ખાલી છે, જ્યારે તેના હરાજી પર્સમાં સારી એવી રકમ (19.45 કરોડ) છે. 

કઈ ટીમના પર્સમાં કેટલી કિંમત છે ?

સનરાઇઝર્સ હૈદરાબાદ - રૂ. 42.25 કરોડ
પંજાબ કિંગ્સ - રૂ. 32.20 કરોડ.
લખનઉ સુપરજાયન્ટ્સ - રૂ. 23.35 કરોડ.
મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 20.55 કરોડ.
ચેન્નાઈ સુપર કિંગ્સ - રૂ. 20.45 કરોડ.
દિલ્હી કેપિટલ્સ - રૂ. 19.45 કરોડ.
ગુજરાત ટાઇટન્સ - રૂ. 19.25 કરોડ.
રાજસ્થાન રોયલ્સ - રૂ. 13.20 કરોડ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ 8.75 કરોડ.
કોલકાતા નાઈટ રાઈડર્સ - રૂ. 7.05 કરોડ.     

આ વખતે સૌથી ઉંમરલાયક ખેલાડી

ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર અમિત મિશ્રા આ વખતે ઓક્શનમાં સૌથી ઉંમરલાયક હશે, 40 વર્ષના અમિત મિશ્રાને આઇપીએલનો દિગ્ગજ સ્પિનર માનવામાં આવે છે. તેને આ લીગમાં 154 મેચોમાં 166 વિકેટો પોતાના નામે કરી છે. વળી, આઇપીએલમાં ત્રણ વાર હેટ્રિક લેનારો એકમાત્ર બૉલર પણ છે. જોકે, ઉંમરને ધ્યાનમાં રાખતા એ જોવાનુ દિલચસ્પ રહેશે કે કઇ ફ્રેન્ચાઇઝી તેના પર બોલી લગાવશે. 

આ વખતે સૌથી યુવા ખેલાડી

આઇપીએલ ઓક્શનમાં આ વખતે અફઘાનિસ્તાનનો 15 વર્ષીય ખેલાડી અલ્લાહ મોહમ્મદ પર પણ બોલી લાગશે. આ વખતે ઓક્શનમાં સૌથી યુવા ચહેરો હશે. મોહમ્મદ એક ખુબ પ્રભાવશાળી ખેલાડી અને ફિંગર સ્પિનર છે. આવામાં સ્પિનરની શોધમાં કેટલીય ફ્રેન્ચાઇઝી તેના પર બોલી લગાવી શકે છે. 6 ફૂટ 2 ઇંચની મોહમ્મદની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે, વળી તેનો ફેવરેટ બૉલર ભારતીય ટીમનો સ્ટાર બૉલર રવિ અશ્વિન છે.

આઇપીએલ ઓક્શનનું આયોજન

23 ડિસેમ્બરે આઇપીએલ ઓક્શનનું આયોજન કરવામાં આવશે, આ ઓક્શન આઇપીએલની 16મી સિઝન માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ હરાજી કોચ્ચીમાં થશે, આ વખતે સેમ કરન, કેમરુન ગ્રીન અને એન જગદીશન જેવા યુવા ખેલાડીઓ ઓક્શનમાં દેખાશે. તો વળી અમિત મિશ્રા, મોહમ્મદ નબી અને કેદાર જાધવ જેવા ઉંમરલાયક ખેલાડી પણ પોતાની કિસ્મત પર દાંવ લગાવશે.

બ્રેકગ્રાઉન્ડ

IPL Players Auction 2023: 23 ડિસેમ્બરે આઇપીએલ ઓક્શનનું આયોજન કરવામાં આવશે, આ ઓક્શન આઇપીએલની 16મી સિઝન માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ હરાજી કોચ્ચીમાં થશે. તમામ 10 ફ્રેન્ચાઇઝીએ તાજેતરમાં ઘણા ખેલાડીઓને રીલિઝ કર્યા હતા તો  કેટલાકને રિટેન કરવામાં આવ્યા હતા. આ સાથે ખેલાડીઓને ટ્રાન્સફર વિન્ડો દ્વારા પણ લેવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તમામ ટીમોમાં ઘણી જગ્યાઓ ખાલી છે, જેને મીની ઓક્શનમાં ભરવામાં આવશે.


ખેલાડીઓને રીલિઝ કર્યા હોવાના કારણે તમામ ટીમોના પર્સમાં પણ ઘણા પૈસા આવી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે કઈ ટીમ કયા ખેલાડી પર મોટો દાવ લગાવે છે. પરંતુ આ માટે તેના પર્સમાં પૂરતા પૈસા હોવા જોઈએ. ખેલાડીઓને ખરીદવા માટે બોલી લગાવતી વખતે ટીમો તેમના પર્સનું પણ ધ્યાન રાખશે.


 દરેક ફ્રેન્ચાઈઝીની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ જ સામેલ થઈ શકે છે. આમાં પણ વિદેશી ખેલાડીઓની સંખ્યા વધુમાં વધુ 8 હોવી જોઇએ. આ વખતે  ઓક્શનમાં 405 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. બિડ કરવા જઈ રહેલા 405 ક્રિકેટરોમાંથી 273 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 132 વિદેશી ખેલાડીઓ છે.132 વિદેશી ખેલાડીઓમાંથી 4 ખેલાડીઓ એસોસિયેટ દેશોના છે. કુલ 119 કેપ્ડ અને 282 અનકેપ્ડ ખેલાડીઓ હરાજીમાં પ્રવેશ કરશે. જો કે, તમામ ટીમો કુલ 87 ખેલાડીઓને ખરીદી શકે છે, જેમાં વધુમાં વધુ 30 વિદેશી ખેલાડીઓ હશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.