IPL 2023 Latest News: આઈપીએલ 2023 માટે ફેન્સની સાથે-સાથે ટીમો પણ તૈયાર છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત આગામી 31 માર્ચથી થઈ રહી છે. ખરેખરમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત તમામ ટીમોએ પોત પોતાના કેપ્ટનોનું એલાન કરી દીધુ છે. રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ પોત પોતાની ટીમનો કેપ્ટન બની રહેશે, તો વળી, કેટલીક ટીમનો કેપ્ટનનો બદલાઇ ગયા છે. જાણો અહીં આઇપીએલ 2023માં કઇ ટીમને કોણ સંભાળશે.


આ ખેલાડીઓ હશે પોત પોતાની ટીમના કેપ્ટન - 
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા હશે, પોતાની પહેલી આઇપીએલ 2022 સિઝનમાં હાર્દિક પંડ્યાએ પોતાની ટીમને ખિતાબ જીતાડ્યો હતો. વળી, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના કેપ્ટન ફાક ડૂ પ્લેસીસ હશે. આઇપીએલ 2022માં રાજસ્થાન રૉયલ્સના કેપ્ટન તરીકે વિકેટકીપર સંજૂ સેમસન જ દેખાશે. લખનઉ સુપર જાયન્ટ્સની કમાન ફરી એકવાર કેએલ રાહુલના હાથમાં જોવા મળશે. 


નીતિશ રાણા હશે કોલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન  - 
વળી, કોલકાતા નાઈટ રાઈડર્સએ નીતીશ રાણાને આઈપીએલ 2023 માટે પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે, કેમ કે અત્યારે રેગ્યૂલર કેપ્ટન શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત છે. આ કારણોસર આઇપીએલ 2023માં નહીં રમી શકે. કોલકત્તા નાઇટ રાઇડર્સે આ સિઝન માટે નીતિશ રાણાને શ્રેયસ અય્યરના બદલે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. વળી, પંજાબ કિંગ્સ ટીમની કમાન આ વખતે શિખર ધવનના હાથોમાં સોંપાઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદે એડન મારક્રમને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તો વળી, દિલ્હી કેપિટલ્સમાં ઋષભ પંતની ગેરહાજરીના કારણે ડેવિડ વૉર્નરને ટીમની કમાન સોંપવામાં આવી છે. 


IPL 2023 Opening Ceremony: આઇપીએલ 2023ના સ્વાગત સમારોહમાં કયા-કયા સ્ટાર કરશે પરફોર્મ, ક્યારે શરૂ થશે પહેલી મેચ, જાણો પુરેપુરી ડિટેલ


IPL 2023: આઈપીએલ 2023 શરૂ થવા જઈ રહી છે. આ નવી IPLની સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાર્દિક પંડ્યા ગુજરાતની કમાન સંભાળશે, તો ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં રહેશે.


આ આઈપીએલ સીઝનની પ્રથમ મેચ 31 માર્ચ, શુક્રવારે રમાશે અને તે મેચ પહેલા દર વર્ષની જેમ આઈપીએલની નવી સીઝનનો ભવ્ય ઉદઘાટન સમારોહ પણ થશે, અહીં અમે તમને આઇપીએલ ઓપનિંગ સેરેમનીની તમામ ડિટેલ્સ બતાવી રહ્યાં છીએ.


આઇપીએલ ઓપનિંગ સેરેમનીની ડિટેલ - 
- IPL 2023 ની ઉદઘાટન સમારંભ એટલે કે સ્વાગત સમારોહ 31 માર્ચ, શુક્રવારના રોજ પ્રથમ મેચની શરૂઆત પહેલા યોજવામાં આવશે. આ વખતે IPLની ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ પરફોર્મ કરશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા પરફોર્મ કરી શકે છે.
- બીજા કેટલાક અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ, ટાઈગર શ્રોફ અને અરિજિત સિંહ IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરી શકે છે. આ કાર્યક્રમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
- IPL 2023ની પ્રથમ મેચ હાર્દિક પંડ્યાની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની IPL ચેમ્પિયન ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
- આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમાઈ છે અને બંને મેચોમાં ગુજરાતે ચેન્નાઈને અનુક્રમે 3 અને 7 વિકેટે હરાવ્યું હતું.
- જ્યારે ગુજરાતે ગત સિઝનમાં IPL ટાઇટલ જીત્યું હતું, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલ પર 10માંથી 9માં સ્થાને રહી હતી. હવે જોવાનું એ રહેશે કે આ સિઝન કેવી રીતે શરૂ થાય છે.