IPL 2022 ના પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ સૌથી ઉપર યથાવત છે. ગુજરાતે 5 મેચો રમી છે જેમાંથી 4 મેચો જીતીને 8 પોઈન્ટ મેળવીને ટોપ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે બીજા સ્થાનથી લઈને સાતમા સ્થાન સુધીની ટીમોના ખાતામાં 6-6 અંક છે. બીજી તરફ પર્પલ અને ઓરેંજ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓનો કબ્જો યથાવત છે. રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલે 12 વિકેટ ઝડપીને આ સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલર આ સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સૌથી ઉપર છે.
ક્રમ | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટ રન રેટ | પોઈન્ટ્સ |
1 | GT | 5 | 4 | 1 | 0.450 | 8 |
2 | RR | 5 | 3 | 2 | 0.389 | 6 |
3 | PBKS | 5 | 3 | 2 | 0.239 | 6 |
4 | KKR | 6 | 3 | 3 | 0.223 | 6 |
5 | LSG | 5 | 3 | 2 | 0.174 | 6 |
6 | RCB | 5 | 3 | 2 | 0.006 | 6 |
7 | SRH | 5 | 3 | 2 | -0.196 | 6 |
8 | DC | 4 | 2 | 2 | 0.476 | 4 |
9 | CSK | 5 | 1 | 4 | -0.745 | 2 |
10 | MI | 5 | 0 | 5 | -1.072 | 0 |
જોસ બટલર પાસે ઓરેન્જ કેપઃ
ક્રમ | બેટ્સમેન | મેચ | રન |
1 | જોસ બટલર | 5 | 272 |
2 | હાર્દિક પંડ્યા | 5 | 228 |
3 | શિવમ દૂબે | 5 | 207 |
યુઝવેન્દ્ર ચહલ પાસે પર્પલ કેપઃ
ક્રમ | બોલર | મેચ | વિકેટ |
1 | યુઝવેન્દ્ર ચહલ | 5 | 12 |
2 | ટી નટરાજન | 5 | 11 |
3 | ઉમેશ યાદવ | 6 | 10 |