IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગની સિઝન 15 ખુબ રોમાંચક બની ગઇ છે, કેમ કે આ વખતે દર વર્ષની જેમ બે ટીમો વધુ રમી રહી છે, આઠની જગ્યાએ દસ ટીમો રમી રહી છે, જેના કારણે યુવાઓને વધુ તક મળી રહી છે અને પોતાના પ્રદર્શનમાં સુધારો કરી રહ્યાં છે. આઇપીએલમાં યુવાઓ પોતાની પ્રતિભા બતાવી રહ્યાં છે, ઓરેન્જ કેપથી લઇને પર્પલ કેપ અને ફાસ્ટેસ્ટ ડિલીવરી પર યુવાઓની નજર છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે કયા કયા બૉલરોએ IPL 2022માં સૌથી ફાસ્ટ બૉલ ફેંક્યા છે. આ લિસ્ટમાં ભારતીય યુવા પણ સામેલ છે. 


IPL 2022: ફાસ્ટેસ્ટ ડિલીવરી ફેંકનારા પાંચ બૉલરો -


ઉમરાન મલિક - સનરાઇઝર્સ હૈદરાબાદ
આ લિસ્ટમાં ભારતીય યુવા અને જમ્મુ-કાશ્મીરનો ફાસ્ટ બૉલર ઉમરાન મલિકનુ નામ સામેલ છે. હાલમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે, 22 વર્ષી ઉમરાને આ સિઝનમાં 153 kmphની સ્પીડથી બૉલ ફેંક્યો છે. 


લૂકી ફર્ગ્યૂસન - ગુજરાત ટાઇટન્સ 
આ લિસ્ટમાં કિવી બૉલર લૂકી ફર્ગ્યૂસનનુ નામ પણ સામેલ છે, લૂકીએ 150 kph સ્પીડથી આ સિઝનમાં બૉલ ફેંક્યો છે. 


નવીદીપ સૈની - રાજસ્થાન રૉયલ્સ 
ભારતીય યુવા બૉલર નવદીપ સૈની પણ આ લિસ્ટમાં સામલે છે, તેને આ આઇપીએલમાં 149 kmph સ્પીડથી બૉલ ફેંક્યો છે.


ઓડિયન સ્મિથ - પંજાબ કિંગ્સ 
આઇપીએલ 2022માં કેરેબિયન બૉલર ઓડિયન સ્મિથે પણ બધાને ચોંકાવ્યા છે, સ્મિથે 148.8 kmph સ્પીડથી બૉલ ફેંક્યો છે.


કમલેશ નાગરકોટી - દિલ્હી કેપિટલ્સ 
આ લિસ્ટમાં કમલેશ ત્રીજો ભારતીય યુવા બૉલર છે, જેને ફાસ્ટ બૉલિંગ કરી છે, કમલેશ નાગરકોટીએ 145.8 kmph સ્પીડથી બૉલ ફેંકીને બધાને ચોંકાવ્યા છે. 


 


 


આ પણ વાંચો........ 


ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”


Varanasi : કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો શું આપ્યો આદેશ


ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર


કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ


ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો