Rajasthan Royals, IPL 2022:  આઈપીએલ 2022 બીજો ક્વોલીફાયર મુકાબલો આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે અમદાવાદના નરેંદ્ર મોદી સ્ડટેડિયમમાં રમાશે આ મેચ સાંજે 7.30 વાગ્યે શરુ થશે. બંને ટીમની નજર મેચમાં જીત મેળવી ફાઈનલમાં પ્રવેશ કરવા પર હશે. 


આ મેચમાં જીતનારી ટીમ ફાઈનલમાં ક્વોલીફાયર 1ની વિજેતા ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે જ્યારે હારનારી ટીમની સફર પૂર્ણ થશે. જો રાજસ્થાન આ મુકાબલામાં જીત મેળવશે તો 14 વર્ષ બાદ ફાઈનલ મુકાબલામાં રમશે. 


14 વર્ષ પહેલા રાજસ્થાની બની હતી ચેમ્પિયન


રાજસ્થાન રોયલ્સ 14 વર્ષ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ ફાઈનલ મુકાબલામાં રમ્યું હતું. આઈપીએલ 2008માં રાજસ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ સામે ખિતાબી મુકાબલો રમ્યો હતો. આ મેચમાં રાજસ્થાને છેલ્લા બોલ પર જીત મેળવી હતી. આઈપીએલની શરુઆત 2008માં થઈ હતી અને પ્રથમ સીઝનમાં રાજસ્થાને ફાઈનલમાં જગ્યા બનાવી હતી અને ખિતાબ પોતાના નામે કર્યો હતો.


ખૂબ જ રોમાંચક હતો મુકાબલો


આઈપીએલ 2008ના ફાઈનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ રમત રમતા 20 ઓવરમાં 5 વિકેટ પર 163 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી પાર્થિવ પટેલે 38, સુરેશ રૈનાએ 43 અને એમએસ ધોનીએ નોટઆઉટ 29 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે સાતમી ઓવરમાં 43 રન બનાવી 3 વિકેટ ગુમાવી દિધી હતી. યૂસૂફ પઠાનની 56 રનની શાનદાર ઈનિંગના સહારે રાજસ્થાનની ટીમ ચેમ્પિયન બની હતી. એ સમયે પૂર્વ દિવંગત ક્રિકેટર શેન વોર્ન આ ટીમના કેપ્ટન હતા.


આઇપીએલ 2022ની બીજી ક્વૉલિફાયર મેચ રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે અમદાવાદમાં રમાશે. આ મેચને લઇને ટીમ ઇન્ડિયાના પૂર્વ હેડ કૉચ અને સ્ટાર ક્રિકેટર રવિ શાસ્ત્રીએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમનુ માનવુ છે કે, આજની મેચમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. કેમ કે બન્ને ટીમો રવિવારે ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ખિતાબી મુકાબલામાં મેચ જીતવા માંગશે.