James Anderson IPL 2025 Mega Auction: ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને આઈપીએલ 2025 માટે મેગા ઓક્શનમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 42 વર્ષીય એન્ડરસન તેની પ્રથમ આઈપીએલ સીઝન તરફ જોઈ રહ્યો છે. આ પહેલા તે એક વખત પણ આઈપીએલ રમ્યો નથી. એન્ડરસન વિશ્વની કોઈપણ લીગનો ભાગ નથી.
અત્યાર સુધી તેણે ઈંગ્લેન્ડની વેલિટી બ્લાસ્ટ લીગમાં ભાગ લીધો છે. હવે એન્ડરસનને ઇંગ્લેન્ડની બહાર ટી-20 ક્રિકેટ લીગમાં રમવામાં રસ દાખવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, એન્ડરસને IPL માટે તેની બેઝ પ્રાઈસ 1.25 કરોડ રૂપિયા રાખી છે. આવી સ્થિતિમાં એન્ડરસન પર કઈ ટીમ બોલી લગાવે છે તે જોવું રસપ્રદ રહેશે.
છેલ્લી T20 મેચ 10 વર્ષ પહેલા રમાઈ હતી
એન્ડરસને લગભગ 10 વર્ષ પહેલા પોતાના કરિયરની છેલ્લી T20 મેચ રમી હતી, જ્યારે તેણે છેલ્લે 2014માં વેલિટી બ્લાસ્ટમાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં સવાલ વધુ રસપ્રદ બની જાય છે કે 42 વર્ષના ફાસ્ટ બોલરને કોણ ખરીદશે? જેણે તેની છેલ્લી ટી20 મેચ 10 વર્ષ પહેલા રમી હતી. આ સવાલનો જવાબ હરાજીમાં જ મળશે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું
એન્ડરસન છેલ્લા ઘણા સમયથી ઈંગ્લેન્ડ માટે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યો હતો. તેણે જૂલાઈ 2024માં લોર્ડ્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી મેચ રમીને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત કર્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ એન્ડરસન ઈંગ્લેન્ડ કેમ્પમાં મેન્ટર તરીકે જોવા મળ્યો હતો.
T20 કરિયર અત્યાર સુધી આવી રહી છે
એન્ડરસને તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધી 44 મેચ રમી છે. આ મેચોમાં 44 ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે 32.14ની એવરેજથી 41 વિકેટ ઝડપી હતી, જેમાં તેનો શ્રેષ્ઠ આંકડો 3/23 હતો. આ સિવાય તેણે 10 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 23 રન પણ બનાવ્યા હતા.
IPL 2025 RCB: ક્યારેક 20 લાખમાં રમ્યો હતો આ ખેલાડી હવે તેને મળશે 11 કરોડ, જાણો કોણ છે આ ખેલાડી?