Indian Premier League 2023: રાજસ્થાન રોયલ્સનો ઓપનર જોસ બટલર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં પણ શાનદાર ફોર્મમાં છે. આ સીઝનમાં અત્યાર સુધી બટલરે 4 મેચમાં 3 વખત અડધી સદી ફટકારી છે. બટલરે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં માત્ર 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, જે તેની આઈપીએલ કારકિર્દીની 18મી અડધી સદી હતી.


ઇન્ડિયન પ્રીમિયર છેલ્લી સીઝનમાં જોસ બટલરે 17 ઇનિંગ્સમાં 57.53ની એવરેજથી કુલ 863 રન બનાવ્યા હતા, જેમાં 4 સદી અને 4 અડધી સદી સામેલ હતી. વર્તમાન સીઝનમાં બટલરે અત્યાર સુધી 4 ઇનિંગ્સમાં 51ની એવરેજથી 204 રન બનાવ્યા છે અને તે હાલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોપ-5માં છે.






બટલરે આ સીઝનની શરૂઆત સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 54 રનની શાનદાર ઇનિંગથી કરી હતી. આ પછી પંજાબ કિંગ્સ સામેની મેચમાં તે માત્ર 19 રન જ બનાવી શક્યો હતો. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં બટલર ફરી પાછો ફર્યો અને તેણે 51 બોલમાં 79 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.






રાજસ્થાનની સફળતામાં બટલરનું મહત્વનું યોગદાન


અત્યાર સુધી પ્રથમ 3 મેચમાંથી 2 મેચમાં બટલરે અડધી સદી ફટકારી છે. જેમાં ટીમને શાનદાર જીત પણ મળી છે. ચેન્નઈ સામેની મેચમાં બટલરે 52 રનની ઈનિંગ સાથે આઈપીએલમાં પોતાના 3000 રન પણ પૂરા કર્યા છે. બટલર IPLમાં ઈનિંગ્સના મામલે સૌથી ઝડપી 3,000 રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.


IPL 2023: ધોનીની વધુ એક કમાલ, આ સિદ્ધી હાંસલ કરનારો દુનિયાનો પહેલો ક્રિકેટર


MS Dhoni : એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના આજે રમાયેલા IPL 2023ના મુકાબલામાં મેદાન પર ઉતરતા જ એમએસ ધોનીએ કપ્તાનીનો એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો હતો. સુપ્રસિદ્ધ ક્રિકેટર જ્યારે ટોસ માટે આવતાની સાથે જ 200 મેચો માટે ચોક્કસ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કરનાર દુનિયાનો પહેલો ક્રિકેટર બન્યો હતો.

મેચની શરૂઆત પહેલા વિકેટકીપર-બેટ્સમેનને આ જબરદસ્ત સિદ્ધિની માન્યતામાં એક વિશેષ સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું હતું અને તે અન્ય કોઈ નહીં પરંતુ ICCના ભૂતપૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન હતા. જેમણે ચેન્નાઈના સુકાની આ ટ્રોફી એનાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રીનિવાસન ઈન્ડિયા સિમેન્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર અને CSK ફ્રેન્ચાઈઝીના માલિક પણ છે.

ધોનીના કરવામાં આવતા સન્માનનો આ વીડિયો IPL દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો