Josh Hazlewood Injury Update: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. આ બંને ટીમોની આજની મેચ ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાશે. વળી, મેચ પહેલા RCBના કેમ્પ અને ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ટીમના સ્ટાર ફાસ્ટ બૉલર જૉશ હેઝલવુડ બહુ જલ્દી RCB ટીમ સાથે જોડાઈ શકે છે. હેઝલવુડ જે ઈજામાંથી હવે ફિટ થઇ રહ્યો છે અને એપ્રિલના અંતિમ અઠવાડિયામાં આરસીબી ટીમ સાથે જોડાઈ જઇ શકે છે.


જૉશ હેઝલવુડ બહુ જલદી ફરશે ટીમમાં પરત  
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર ફાસ્ટ બૉલર જૉશ હેઝલવુડ લાંબા સમયથી પગની એડીની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે. જોકે હવે તે આ ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે. આ રિકવરી જોતા એવું લાગી રહ્યું છે કે, આ એપ્રિલના અંત સુધીમાં એટલે કે છેલ્લા અઠવાડિયા સુધી તે RCBના કેમ્પમાં સામેલ થઈને IPLમાં રમતો જોવા મળી શકે છે. જો જૉશ હેઝલવુડ ટીમ સાથે જલદી જોડાશે તો આરસીબીને મોટો ફાયદો થશે. જૉશ હેઝલવુડ આ વખતે ટીમને ટાઇટલ જીતાડવામા મોટી ભૂમિકી ભજવી શકે છે.  


રજત પાટીદાર આરસીબીમાંથી થઇ ચૂક્યો છે બહાર  - 
વળી, અત્યારે રજત પાટીદાર RCBની ટીમમાંથી બહાર થઇ ચૂક્યો છે, રજત પાટીદાર ટીમનો સ્ટાર બેટ્સમેન છે, અને તે પણ એડીની ઇજાના કારણે આ વખતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂક્યો છે. IPLની ગઇ સિઝનમાં રજત પાટીદાર RCB માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. તેણે ટીમ માટે 8 મેચ રમી છે, જેમાં 55.50ની એવરેજથી 333 રન બનાવ્યા હતા. જેમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની એલિમિનેટર મેચમાં ફટકારેલી સદીનો પણ સમાવેશ થાય છે. રજત ડૉમેસ્ટિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ તરફથી રમે છે.


કોલકાતા અને બેંગ્લૉરની મેચમાં આવી હોઇ શકે છે બેસ્ટ પ્લેઇંગ ઇલેવન  - 


કોલકત્તા નાઇટ રાઇડર્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતીશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી/લૉકી ફર્ગ્યૂસન, અનુકુલ રોય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), કર્ણ શર્મા, હર્ષલ પટેલ, આકાશ દીપ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ.