KKR vs RCB: IPLમાં આજે (6 એપ્રિલ) કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે ટક્કર થશે. બન્ને ટીમો 7.30 વાગ્યથી ઇડન ગાર્ડન પર આમને સામને થશે. આ બન્ને ટીમો પોતના કેટલાય મહત્વના ખેલાડીઓ વિના જ મેદાનમાં ઉતરશે. RCB માંથી જૉસ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, અને રજત પાટીદાર જે ખેલાડીઓ અવેલેબલ નથી. વળી, રીસ ટૉપ્લી પણ ઇજાગ્રસ્ત થઇ ગયો છે. વળી, KKR ની ટીમમાંથી શ્રેયસ અય્યર તો બહાર જ છે, સાથે જ હવે શાકિબ અલ હસનના રિપ્લેસમેન્ટ તરીકે જેસન રૉય પણ હજુ સુધી ટીમ સાથે નથી જોડાયો. આવામાં બન્નેની ટીમોની પ્લેઇંગ ઇલેવન શું હશે જાણો અહીં..... 


RCBની સંભવિત પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયર્સ - 
RCBએ તેની છેલ્લી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે એકતરફી રીતે જીતી હતી, તેથી આ ટીમના પ્લેઈંગ-11માં વધુ થવાની કોઇ સંભાવના નથી દેખાતી. અહીં ઈજાગ્રસ્ત રીસે ટૉપ્લીના સ્થાને માત્ર ડેવિડ વિલીને તક મળી શકે છે. આરસીબીએ તેમની છેલ્લી મેચમાં ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કર્યો ન હતો. જોકે RCB આ મેચમાં આ નિયમનો ઉપયોગ કરી શકે છે.


RCBની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (જો પ્રથમ બેટિંગ) : - 
ફાફ ડુપ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, આકાશદીપ, ડેવિડ વિલી, કર્ણ શર્મા.


RCBની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (જો પ્રથમ બૉલિંગ) : - 
ફાફ ડુપ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, માઈકલ બ્રેસવેલ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, આકાશદીપ, ડેવિડ વિલી, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ.


RCBની સંભવિત પ્લેઇંગ ઇલેવન - જો RCB પ્રથમ બેટિંગ કરે છે, તો બીજી ઈનિંગમાં તેઓ સુયશ પ્રભુદેસાઈની જગ્યાએ મોહમ્મદ સિરાજને સ્થાન આપી શકે છે. જો તે પ્રથમ બૉલિંગ કરે છે, તો તે બીજી ઇનિંગમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ સુયશ પ્રભુદેસાઈને સ્થાન આપી શકે છે.


KKRની સંભવિત પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયર્સ - 
કેકેઆરને તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, આ ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયરની રણનીતિમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.


કેકેઆરની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (જો પ્રથમ બેટિંગ) : -
મનદીપ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), અનુકુલ રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર/કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ, ટિમ સાઉથી.


KKRની સંભવિત પ્લેઇંગ ઇલેવન - (જો પ્રથમ બૉલિંગ) : - 
મનદીપ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), અનુકુલ રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર/કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ, ટિમ સાઉદી, વરુણ ચક્રવર્તી.


KKRની સંભવિત ઇમ્પેક્ટ પ્લેયર્સ - જો KKR પ્રથમ બેટિંગ કરે છે, તો તેઓ બીજી ઇનિંગમાં મનદીપ સિંહને બહાર કરીને વરુણ ચક્રવર્તીને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવી શકે છે. જો KKR પ્રથમ બૉલિંગ કરે છે, તો બીજી ઈનિંગમાં તેઓ વરુણ ચક્રવર્તીની જગ્યાએ રિંકુ સિંહને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે લઈ શકે છે.