Brendon McCullum Possible Candidates As England Consider Split Coaching: જૉ રૂટે (Joe Root) ટેસ્ટ કેપ્ટનશીપ છોડ્યા બાદ ઇંગ્લેન્ડમાં ખુબ મોટા ફેરફાર થઇ રહ્યાં છે. આ કડીમાં હવે લિમીટેડ ઓવરની ટીમ અને ટેસ્ટ ટીમની અલગ અલગ કૉચને લઇને વાત ચાલી રહી છે. આ કડીમાં હવે બીજા મોટા સમાચાર આવ્યા છે કે કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ના હાલના મુખ્ય કૉચ બ્રેન્ડન મેક્કુલમ ઇંગ્લેન્ડના સફેદ બૉલના મુખ્ય કૉચ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યાં છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓપનર બેટ્સમેન ગેરી કર્સ્ટન ટેસ્ટમાં પદભાર સંભાળવા માટે પસંદગીકારોમાંથી એક છે. રૉબની ટીમના પ્રબંધ નિદેશક તરીકે પદભાર સંભાળ્યા બાદ દેશમાં ક્રિકેટના અલગ અલગ ફોર્મેટમાં કૉચ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.  


ઇંગ્લેન્ડ બની શકે છે પહેલો દેશ -
મિરર ડૉટને ડૉટ યૂકેમાં કહેવામાં આવ્યુ કે મેક્કુલમ અને ગેરી કર્સ્ટન લિસ્ટમાં સામેલ છે, કેમ કે તેમનુ લક્ષ્ય અલગ અલગ ટીમો માટે કૉચ બનવાનુ છે. ખાસ રીતે ટેસ્ટ ટીમ, જે છેલ્લા કેટલાક વર્ષોથી ખરાબ પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં જ એશીઝ અને કેરેબિયનમાં સીરીઝ હારી ગયા હતા. જો ઇંગ્લેન્ડ સફેદ બૉલ અને ટેસ્ટી ટીમો માટે અલગ અલગ કૉચોની નિયુક્ત કરે છે, તો આ ભૂમિકામાં વિભાજિત કરનારો એકમાત્ર દેશ બની જશે. 


રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ઇસીબીના ક્રિકેટના નવા પ્રબંધ નિદેશક રૉબે થોડાક દિવસોમાં કેટલાય સંભવિત ઉમેદવારોનો સંપર્ક કર્યો છે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ભારતના પૂર્વ કૉચ ગેરી કર્સ્ટનને ખાસ રીતે ટેસ્ટ ભૂમિકા વિશે બતાવ્યુ. 40 વર્ષીય મેક્કુલમને તેમના સફેદ બૉલના કરાનામાઓ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે, ખાસ કરીને ટી20માં, જ્યાં તેને ન્યૂઝીલેન્ડ માટે 71 મેચ રમી, જેમાં 136 થી વધુની સ્ટ્રાઇક રેટથી 2100 થી વધુ રન બનાવ્યા છે. 


આ પણ વાંચો........ 


Instagram પરથી તમે કોઇ વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છો છો ? તો સમજી લો આ આસાન સ્ટેપ્સ, આસાનીથી કરી શકાશે ડાઉનલૉડ.......


સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે


Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ


Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન


Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત