KKR New Captain IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સૌથી પ્રિય ટીમોમાંની એક કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ IPL 2025 માટે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. KKR એ ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર રહેલા અજિંક્ય રહાણેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. વળી, ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરને KKR દ્વારા ઉપ-કપ્તાનપદ સોંપવામાં આવ્યું છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સિઝન શરૂ થયા તે પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ફ્રેન્ચાઇઝીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે અજિંક્ય રહાણેને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે વેંકટેશ ઐયરને ઉપ-કપ્તાનપદ સોંપવામાં આવ્યું છે.
અજિંક્ય રહાણે T20 માં KKR નો 9મો કેપ્ટન છે. તેમના પહેલા સૌરવ ગાંગુલી (27 મેચ), બ્રેન્ડન મેક્કુલમ (13 મેચ), ગૌતમ ગંભીર (122 મેચ), જેક્સ કાલિસ (2 મેચ), દિનેશ કાર્તિક (37 મેચ), ઇયોન મોર્ગન (24 મેચ), શ્રેયસ ઐયર (29 મેચ) અને નીતિશ રાણા (14 મેચ) ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે.
રહાણેને 1.50 કરોડમાં ખરીદ્યો
અજિંક્ય રહાણે ગયા સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ તરફથી રમ્યો હતો. ફ્રેન્ચાઇઝીએ તેને મુક્ત કર્યો હતો. આવી સ્થિતિમાં IPL 2025 ની મેગા હરાજીમાં, કોલકાતા ફ્રેન્ચાઇઝીએ રહાણેને બેઝ પ્રાઈસ પર જ ખરીદ્યો છે. તેમની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા હતી.
બીજીબાજુ, વેંકટેશ અય્યર છે, જે સતત KKR ટીમ સાથે છે. જોકે ફ્રેન્ચાઇઝીએ છેલ્લી વખત વેંકટેશને રિલીઝ કર્યો હતો, પરંતુ મેગા ઓક્શનમાં તેને ફરીથી ખરીદ્યો. કોલકાતા ફ્રેન્ચાઇઝીએ વેંકટેશને બાયબેક કરવા માટે 23.75 કરોડ રૂપિયા ખર્ચ્યા. હાલમાં, વેંકટેશ ટીમનો સૌથી મોંઘો ખેલાડી છે.
36 વર્ષીય રહાણેએ અત્યાર સુધીમાં IPLમાં 185 મેચ રમી છે. તેણે ૩૦.૧૪ ની સરેરાશથી ૪૬૪૨ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ૧૨૩.૪૨ હતો. તેણે 2 સદી અને 30 અડધી સદી ફટકારી છે.
શ્રેયસની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બની હતી કેકેઆર
ગત સિઝનમાં શ્રેયસ અય્યર કોલકાતા ટીમનો કેપ્ટન હતો. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમે IPL 2024નો ખિતાબ પણ જીત્યો હતો. KKR ટીમ માટે આ ત્રીજું IPL ટાઇટલ હતું. પરંતુ ફ્રેન્ચાઇઝીએ શ્રેયસ ઐયરને રિલીઝ કર્યો. આવી સ્થિતિમાં, મેગા ઓક્શનમાં, પંજાબ કિંગ્સ (PBKS) એ શ્રેયસને 26.75 કરોડની બોલી લગાવીને ખરીદ્યો અને તેને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો.
IPL 2025 માટે કોલકાતાની સ્ક્વૉડ
અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ ઐયર (ઉપકેપ્ટન), સુનીલ નારાયણ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિક નોર્કિયા, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીત સિસોદિયા, અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક.
આ પણ વાંચો