IPL 2022: આજની દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતાં 215 રનનો જંગી સ્કોર કર્યો હતો. ત્યાર બાદ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની 5મી ઓવર સુધીમાં 2 વિકેટ પડી ગઈ હતી. કોલકાતાના ઓપનર વેંકટેશ એય્યર ત્રીજી ઓવરમાં 8 બોલમાં 18 રન કરીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ કોલકાતાની બીજી વિકેટ અજીંક્ય રહાણેના રુપમાં પડી હતી.


દિલ્હી કેપિટલ્સનો બોલર ખલીલ અહેમદ 5મી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરના ચોથા પર અજીંક્ય રહાણેએ એક જોરદાર ફટકો માર્યો હતો. પરંતુ બોલ બાઉન્ડ્રી પાર નહોતો પહોંચી શક્યો. આ દરમિયાન બોલને કેચ કરવા માટે શાર્દુલ ઠાકુર તૈયાર હતો. શાર્દુલે ખુબ જ જબરદસ્ત રીતે આ બોલને કેચ પકડ્યો હતો. જો કે રહાણેને કેચ આઉટ કરવા માટે શાર્દુલ ઠાકુરે દોડ લગાવી પડી હતી અને દોડતાં-દોડતાં બોલ હાથમાંથી છટકી પણ ગયો હતો. પરંતુ શાર્દુલ પોતાની ફિલ્ડીંગનો પરચો બતાવતાં આ બોલને છોડ્યો નહોતો અને કેચ કરી લીધો હતો. 










આ દરમિયાન સોશિયલ મીડિયા પર લોકોએ શાર્દુલ ઠાકુરના આ શાનદાર કેચની ભરપુર પ્રસંશા કરી હતી. શાર્દુલની પ્રસંશામાં એક યુઝર્સે કહ્યું હતું કે, લોકો જ્યારે શાર્દુલને ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે નથી જોતા ત્યારે શું તેઓ ફક્ત તેની બોલિંગને જ મહત્વ આપે છે?