ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની 20મી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. બંને ટીમો માટે સિઝનની શરૂઆત સારી રહી છે. બંને ટીમો અત્યાર સુધી માત્ર એક જ મેચ હારી છે. હવે બંને ટીમો આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન મજબૂત કરવા ઈચ્છશે. આ મેચમાં રાજસ્થાન અને લખનઉની ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના આગમનથી ઘણી ટીમો મજબૂત બની છે. માર્કસ સ્ટોઈનિસને લખનઉ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકે છે.
લખનઉની ટીમ અગાઉથી મજબૂત છે. પ્રથમ મેચ હાર્યા બાદ આ ટીમે સતત ત્રણ મેચ જીતી છે. બીજી તરફ સ્ટોઈનિસના આગમનથી આ ટીમ વધુ મજબૂત થશે. લખનઉ તરફથી કેપ્ટન લોકેશ રાહુલ અને ક્વિન્ટન ડી કોકે ઇનિંગની શરૂઆત કરે છે. બંને બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે, સાથે જ એવિન લુઈસ ત્રીજા નંબર પર રમે છે, પરંતુ ચેન્નઈ સામેની મેચ સિવાય અન્ય કોઈ મેચમાં તે કંઈ ખાસ કરી શક્યો નથી. આવી સ્થિતિમાં તેના સ્થાને માર્કસ સ્ટોઈનિસને તક આપવામાં આવી શકે છે.
લખનઉ માટે દીપક હુડા ચોથા નંબર પર અને ક્રુણાલ પંડ્યા પાંચમા નંબર પર બેટિંગ કરવા ઉતરી શકે છે. આયુષ બદોની પણ સારા ફોર્મમાં છે. બોલિંગમાં અવેશ ખાન અને રવિ બિશ્નોઈ વિરોધી બેટ્સમેનોને પરેશાન કરી રહ્યા છે.
રાજસ્થાનની ટીમનું પણ અત્યાર સુધી સારુ પ્રદર્શન રહ્યું છે. રાજસ્થાન આ મેચમાં જેમ્સ નિશામને સામેલ કરી શકે છે. જોસ બટલર અને યશસ્વી ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યા છે. બટલર અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કેપ્ટન સંજુ, શિમરોન હેટમાયર અને દેવદત્ત પડિકલે મિડલ ઓર્ડરમાં સારી બેટિંગ કરી છે. અશ્વિન, ચહલ, બોલ્ટ અને કૃષ્ણા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. જો કે નવદીપ સૈનીના સ્થાને યુવા ફાસ્ટ બોલરને તક આપવામાં આવી શકે છે.
રાજસ્થાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન
જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન, શિમરોન હેટમેયર, રિયાન પરાગ/જેમ્સ નીશમ, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ.
લખનઉની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, એવિન લૂઇસ/ માર્ક્સ સ્ટોઇનિસ, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, કૃષ્ણપ્પા ગૌતમ, એન્ડ્ર્યૂ ટાય, રવિ બિન્શ્વોઇ, આવેશ ખાન,
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?