KKR vs MI : મુંબઇ સામે કોલકત્તાનો પાંચ વિકેટે ભવ્ય વિજય, કમિન્સના આક્રમક 56 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે મેચ રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

gujarati.abplive.com Last Updated: 06 Apr 2022 10:53 PM
કોલકત્તાની અડધી ટીમ પેવેલિયન ભેગી

ટાઇમલ મિલ્સે પોતાની ઓવર પ્રથમ બોલ પર આન્દ્રે રસેલને 11 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો.  કોલકાતાનો સ્કોર 14 ઓવર પછી 115/5

કોલકત્તાની બે વિકેટ પડી

કોલકત્તાની પ્રથમ વિકેટ રહાણેના રૂપમાં પડી હતી. રહાણે સાત રન બનાવી આઉટ થયો હતો. રહાણે બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ 10 રન બનાવી આઉટ થયો હતો. કોલકત્તાએ બે વિકેટના નુકસાન પર 35 રન બનાવ્યા છે. 

કોલકત્તાને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ




મુંબઇએ કોલકત્તાને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો છે. સૂર્યકુમાર યાદવે 52 રન ફટકાર્યા હતા. મુંબઇએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. પોલાર્ડે પાંચ બોલમાં અણનમ 22 રનની ઇનિંગ રમી હતી. તિલક વર્મા 38 રન બનાવી અણનમ રહ્યા હતા. કોલકત્તા તરફથી કમિન્સે બે અને ઉમેશ યાદવ અને ચક્રવર્તીએ એક-એક વિકેટ ઝડપી હતી.





ઇશાન કિશન આઉટ

ઇશાન કિશન પેટ કમિન્સનો શિકાર બન્યો હતો. ઇશાન કિશન 14 રન બનાવી આઉટ થયો હતો. 

ડેવાલ્ડ બ્રેવિસ આઉટ

ડેવાલ્ડ બ્રેવિસ  29 રન બનાવી આઉટ થયો હતો. હવે સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવ્યો છે. મુંબઈનો સ્કોર 8 ઓવર પછી 46/2

રોહિત શર્મા ત્રણ રન બનાવી આઉટ

ઉમેશ યાદવે પોતાની બીજી ઓવરમા રોહિત શર્માની વિકેટ લીધી હતી. રોહિત શર્મા 12 બોલમાં ત્રણ રન બનાવી આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ ડેવાલ્ડ બ્રેવિસ બેટિંગ કરવા આવ્યો છે. આ મેચમાં તે આઇપીએલ ડેબ્યૂ કરી રહ્યો છે.

કમિન્સને કોલકત્તાની ટીમમાં સામેલ કરાયો

બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર થયા છે. ઓસ્ટ્રેલિયન ટીમના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સને પ્લેઈંગ-11માં સામેલ કરાયો છે.  

સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કરાયો

સૂર્યકુમાર યાદવ ફિટ થઈને ટીમમાં પાછો ફર્યો છે. ફિટનેસના કારણે સૂર્યકુમાર યાદવ પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો પરંતુ હવે તે ટીમમાં પાછો ફર્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે આજે મેચ રમાશે. કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.