KKR vs RR: રાજસ્થાન રોયલ્સે 13.1 ઓવરમાં મેચ જીતીને પોતાના નામે કર્યો આ ખાસ રેકોર્ડ, મુંબઇ ઇન્ડિયન્સને છોડ્યુ પાછળ

પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા.

Continues below advertisement

RR vs KKR: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023 ની 56મી લીગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી, જેમાં રાજસ્થાને શાનદાર વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા KKRએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા રાજસ્થાને માત્ર 1 વિકેટના નુકસાને 13.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

Continues below advertisement

આ મામલે રાજસ્થાને મુંબઈને હરાવ્યું હતું

વાસ્તવમાં આ મેચમાં રાજસ્થાને 41 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. IPLના ઈતિહાસમાં રાજસ્થાન સૌથી ઓછા બોલમાં 150 કે તેથી વધુના સ્કોરનો પીછો કરનારી બીજી ટીમ બની. આ મામલામાં તેણે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતું. 2008માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં મુંબઈએ 13.5 ઓવરમાં 1 વિકેટે 157 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મુંબઈએ 37 બોલ બાકી રાખી જીત હાંસલ કરી હતી.

આ યાદીમાં ડેક્કન ચાર્જર્સ નંબર વન પર છે. 2008માં મુંબઈ ઈન્ડિયન્સ અને ડેક્કન ચાર્જર્સ વચ્ચે રમાયેલી મેચમાં ડેક્કન ચાર્જર્સે 12 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 155 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ટીમે કુલ 48 બોલ બાકી રાખી જીત હાંસલ કરી હતી.

IPLમાં 150 કે તેથી વધુ રનનો સૌથી ઝડપી ચેઝ (બોલ બાકી)

ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, 2008 - 48 બોલ બાકી રાખી વિજય (ડેક્કન ચાર્જર્સની જીત)

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, 2023 - 41 બોલ બાકી રાખી વિજય (રાજસ્થાનની જીત)

મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, 2008 - 37 બોલ બાકી રાખી વિજય (મુંબઈની જીત)

મેચમાં યશસ્વી જયસ્વાલની ઝડપી અડધી સદી

નોંધનીય છે કે KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે સૌથી વધુ સ્કોર કર્યો હતો. તેણે 208.51ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 47 બોલમાં 98 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. આ શાનદાર ઇનિંગ માટે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ મળ્યો હતો.

Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે IPL ઈતિહાસની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી, રાહુલ-કમિન્સને છોડ્યા પાછળ

Yashasvi Jaiswal:  રાજસ્થાન રોયલ્સની ઓપનર યશસ્વી જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં, યશસ્વી જયસ્વાલે માત્ર 13 બોલમાં 50 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ઝડપી અડધી સદી છે. જ્યારે કેએલ રાહુલ આ યાદીમાં બીજા નંબર પર છે.

આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફટી

IPL 2018માં KL રાહુલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં માત્ર 14 બોલમાં ફિફ્ટી બનાવી હતી. આ સાથે જ પેટ કમિન્સ ત્રીજા નંબર પર છે. IPL 2022માં પેટ કમિન્સે 14 બોલમાં આ કારનામું કર્યું હતું. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હતી

Continues below advertisement
Sponsored Links by Taboola