Lalit Modi Health Update: આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી કોરોના પૉઝિટીવ થયા બાદ એક અઠવાડિયાથી 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છે. લલિત મોદીએ એક સોશ્યલ મીડિયા પૉસ્ટમાં આ ખુલાસો કર્યો છે. લલિત મોદીએ કહ્યું કે, તે બે અઠવાડિયામાં બે વાર કૉવિડથી સંક્રમિત થયા અને તેમને ન્યૂમૉનિયા છે. આની સાથે જ તેને પોતાની તસવીર પણ શેર કરી છે.  


શુક્રવારે (13 જાન્યુઆરી)એ એક ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં તેમને બતાવ્યુ કે, છેલ્લા 2 અઠવાડિયાથી તેમને બેવાર કોરોના પૉઝિટીવ આવ્યુ, કૉવિડના બાદ તેમને ન્યૂમૉનિયા થઇ ગયો, તેમને લખ્યું- 2 અઠવાડિયામાં ડબલ કૉવિડની સાથે 3 અઠવાડિયાનો એકાંતવાસ, સાથે જ ઇન્ફ્લ્યૂએન્ઝા અને મોટો ન્યૂમૉનિયા અને અનેકવાર વાપસીની કોશિશ. છેવટે બે વાર સુપરસ્ટાર ડૉક્ટરો અને સુપર દીકરા, જેને મારા માટે લંડનમાં આટલુ બધુ કર્યુ, ની સાથે એર એમ્બ્યૂલન્સના માધ્યમથી ઉતર્યો.  




ડૉક્ટરોનો માન્યો આભાર - 
તેમને આગળ લખ્યું- ફ્લાઇટ ઠીક હતી, દુર્ભાગ્યથી હજુ પણ 24/7 બહારના ઓક્સિજન પર છું, તેમને લખ્યુ્ં હુ તમામનો બહુજ આભારી છું, તમામને પ્રેમ, આ પૉસ્ટમાં તેમને પોતાની તસવીરો પણ શેર કરી છે,અને બહારના ઓક્સિજનનો લેતા દેખાઇ રહ્યાં છે.


લલિત મોદીએ મેક્સિકો અને લંડનમાં તેમની સારવાર કરનારા ડૉક્ટરોનો પણ આભાર માન્યો છે, આઇપીએલના પૂર્વ ચેરમેને ડૉક્ટરોને સુપરસ્ટાર કહ્યાં છે.