LSG vs CSK: ચેન્નાઈ સામે લખનૌની 6 વિકેટે જીત, એવિન લેવિસની તોફાની બેટિંગ

લખનૌ અને ચેન્નાઈના બેટ્સમેનો અગાઉની મેચોમાં ફ્લોપ રહ્યા હતા, જેના કારણે બંને ટીમોએ પોતાની મેચ ગુમાવવી પડી હતી. આ વખતે બેટ્સમેનો પર ઘણો મદાર રહેશે.

gujarati.abplive.com Last Updated: 31 Mar 2022 11:40 PM
લખનૌની આઈપીએલમાં પહેલી જીત

ચેન્નાઈ સામે લખનૌની ટીમે 6 વિકેટે જીત મેળવી છે. લખનૌ તરફથી એવિન લેવિસે 23 બોલમાં 55 રન બનાવી ટીમને જીત અપાવી હતી. આ ઉપરાંત ડી કોકે 45 બોલમાં 61 રન બનાવી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.  આયુષ 9 બોલમાં 19 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

લખનૌની 4 વિકેટ પડી

બ્રાવોની આ ઓવરના પહેલા બોલ પર દીપક હુડ્ડાએ સિક્સર ફટકારી હતી. બીજા જ બોલ પર દીપક હુડ્ડા 13 રનના અંગત સ્કોર પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. હવે આયુષ બડોની બેટિંગ કરવા આવ્યો છે. એવિન લેવિસ બીજા છેડે છે. લખનૌની ટીમને હવે જીતવા માટે 12 બોલમાં 34 રનની જરૂર છે. લખનૌનો સ્કોર 18 ઓવર પછી 177/4

લખનૌને જીતવા માટે 18 બોલમાં 46 રનની જરૂર છે

ડ્વેન પ્રિટોરિયસની આ ઓવરમાં લખનૌનો બેટ્સમેનો વધુ રન બનાવી શક્યા ન હતા પરંતુ પાંચમા બોલ પર એવિન લુઈસે સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં 9 રન આવ્યા હતા. લખનૌની ટીમને જીતવા માટે 18 બોલમાં 46 રનની જરૂર છે. ઈવિન લુઈસ અને દીપક હુડા ક્રિઝ પર હાજર છે. લખનૌનો સ્કોર 17 ઓવર પછી 165/3

લખનૌનો સ્કોર 16 ઓવર પછી 156/3

ચેન્નાઈએ ડ્વેન બ્રાવોને બોલિંગ પર ઉતાર્યો હતો. દીપક હુડ્ડાએ ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને લખનૌનો સ્કોર 150 સુધી પહોંચાડ્યો હતો. આ પછી એવિન લુઈસે ચોગ્ગો ફટકાર્યો. બ્રાવોની આ ઓવરમાં બેટ્સમેનોએ 12 રન બનાવ્યા હતા. લખનૌનો સ્કોર 16 ઓવર પછી 156/3

લખનૌનો સ્કોર 14 ઓવર પછી 137/2

તુષાર દેશપાંડે તેની છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. તેની ઓવરમાં એવિન લુઈસે એક ફોર અને સિક્સ ફટકારી હતી. ક્વિન્ટન ડી કોક 60 અને એવિન લુઈસ 22 રન બનાવીને રમી રહ્યા છે. 14 ઓવર પછી લખનૌનો સ્કોર 137/2

લખનૌની બીજી વિકેટ પડી, મનીષ પાંડે 5 રન પર આઉટ

ચેન્નાઈએ બોલિંગ બદલી અને તુષાર દેશપાંડેને આક્રમણ પર લાવવામાં આવ્યો. તે કેપ્ટનની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો અને બીજા જ બોલ પર મનીષ પાંડેને 5 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. હવે એવિન લુઈસ બેટિંગ કરવા આવ્યો છે. આવતાની સાથે જ તેણે બાઉન્ડ્રી ફટકારી. બીજા છેડે ક્વિન્ટન ડી કોક અડધી સદી સાથે રમી રહ્યો છે. 12 ઓવર પછી લખનૌનો સ્કોર 114/2

લખનૌનો સ્કોર 10 ઓવર પછી 98/0

ડ્વેન બ્રાવોએ આ ઓવરમાં સારી બોલિંગ કરી હતી પરંતુ તેણે 2 વધારાના રન પણ આપ્યા હતા. લખનૌની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે અને હવે ચેન્નાઈએ વાપસી કરવા માટે વિકેટની જરૂર છે. લખનૌનો સ્કોર 10 ઓવર પછી 98/0

લખનૌનો સ્કોર 8 ઓવર પછી 80/0

હવે મોઈન અલી પર એટેક કરવામાં આવ્યો છે. ક્વિન્ટન ડી કોકે તેની ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. કેએલ રાહુલે પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. કેએલ રાહુલ 36 અને ક્વિન્ટન ડી કોક 39 રન બનાવીને રમી રહ્યા છે. 8 ઓવર પછી લખનૌનો સ્કોર 80/0

લખનૌનો સ્કોર 50ને પાર

મુકેશ ચૌધરી તેની ત્રીજી ઓવર નાખવા આવ્યો હતો. કેએલ રાહુલે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આ પછી ક્વિન્ટન ડી કોકે ચોથા અને પાંચમા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે લખનૌનો સ્કોર 50ને પાર કરી ગયો છે. કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોક વચ્ચે 50 રનની ભાગીદારી પણ પૂરી થઈ ગઈ છે. 4 ઓવર પછી લખનૌનો સ્કોર 51/0

ચેન્નાઈના 20 ઓવરના અંતે 7 વિકેટે 210 રન

ચેન્નાઈ સુપર કિગ્સે 20 ઓવરના અંતે 7 વિકેટે 210 રન બનાવ્યા છે. ચેન્નાઈ તરફી ઉથ્થપાએ 50,મોઈન અલીએ 35,શિવમ દુબેએ 49 રનનું યોગદાન આપ્યું હતુ. ધોની 6 બોલમાં 16 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

18 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 188/4

દુષ્મંત ચમીરાની આ ઓવરના બીજા બોલ પર રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો હતો. શિવમ દુબેએ પાંચમા બોલ પર સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં બંને બેટ્સમેનોએ 16 રન બનાવ્યા હતા. 18 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 188/4

15 ઓવર બાદ ચેન્નાઈનો સ્કોર 147/3

આ ઓવરમાં એન્ડ્રુ ટાય બોલિંગ કરવા આવ્યો હતો. તેણે સારી બોલિંગ કરી પરંતુ પાંચમા બોલ પર અંબાતી રાયડુએ સિક્સર ફટકારી. બંને બેટ્સમેનોએ ઓવરમાં 11 રન લીધા હતા. ચેન્નાઈનો સ્કોર 15 ઓવર પછી 147/3

કૃણાલ પંડ્યાની કરકસર ભરી બોલિંગ

કૃણાલ પંડ્યાએ આ ઓવરમાં સારી બોલિંગ કરી અને માત્ર 6 રન આપ્યા. તેણે બેટ્સમેનોને કોઈ મોટા શોટ મારવાની તક આપી નહોતી. ચેન્નાઈની ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે અને લખનૌ હવે વિકેટની શોધમાં છે. 14 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 136/3

IPL 2022: આ ઓવરમાં 6 રન

રવિ બિશ્નોઈ બીજી ઓવર નાખવા આવ્યો હતો. તેણે આ ઓવરમાં સારી બોલિંગ કરી પરંતુ ચોથા બોલ પર અંબાતી રાયડુએ ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં બિશ્નોઈએ 6 રન આપ્યા હતા. ચેન્નાઈનો સ્કોર 12 ઓવર પછી 118/3

10 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 106/3

રવિ બિશ્નોઈની આ ઓવરના પહેલા બોલ પર મોઈન અલીએ ચોગ્ગો ફટકારીને ચેન્નાઈનો સ્કોર 100ની પાર પહોંચાડ્યો હતો. જોકે, આ પછી બિશ્નોઈએ સારી બોલિંગ કરી અને માત્ર 3 રન આપ્યા. મોઈન અલી 35 રન બનાવી આઉટ થયો. 10 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 106/3

શિવમ દુબેએ એક ઓવરમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા

દુષ્મંત ચમીરા ફરી એકવાર બોલિંગ કરવા આવ્યો હતો. તેની ઓવરમાં શિવમ દુબેએ ત્રણ ચોગ્ગા ફટકારીને સ્કોર 100ની નજીક પહોંચાડ્યો હતો. શિવમ દુબે 13 અને મોઈન અલી 29 રન બનાવીને ક્રિઝ પર છે. ચેન્નાઈનો સ્કોર 9 ઓવર પછી 99/2.

ઉથપ્પા અને મોઈન અલી વચ્ચે 50 રનની ભાગીદારી

દુષ્મંત ચમીરાએ લખનૌ તરફથી આ ઓવર કરી હતી. મોઈન અલીએ ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને આ સાથે જ બંને બેટ્સમેન વચ્ચે 50 રનની ભાગીદારી પૂરી થઈ. ઉથપ્પા અને મોઈન અલી તોફાની બેટિંગ કરી રહ્યા છે અને લખનૌના બોલરો લાચાર દેખાય છે. ચેન્નાઈનો સ્કોર 7 ઓવર પછી 82/1

ઉથપ્પાએ આ ઓવરમાં ચાર ચોગ્ગા ફટકાર્યા, સ્કોર 50ને પાર

એન્ડ્ર્યુ ટાયની છેલ્લી ઓવર સારી રહી હતી અને આ જ કારણ હતું કે કેપ્ટને તેને ફરી એકવાર બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. જોકે, રોબિન ઉથપ્પાએ આ ઓવરમાં 4 ચોગ્ગા ફટકારીને ચેન્નાઈના સ્કોરને 50ની પાર પહોંચાડી દીધો હતો. ઉથપ્પા અત્યારે તોફાની બેટિંગ કરી રહ્યો છે. ચેન્નાઈનો સ્કોર 5 ઓવર પછી 57/1

ચેન્નાઈને પહેલો ઝટકો લાગ્યો, ગાયકવાડ રનઆઉટ

લખનૌએ બોલિંગ બદલી અને એન્ડ્રુ ટાયને આક્રમણ પર લાવી. તેની ઓવરના ત્રીજા બોલ પર રૂતુરાજ ગાયકવાડ 1 રનના અંગત સ્કોર પર રનઆઉટ થયો હતો. હવે મોઈન અલી બેટિંગ કરવા આવ્યો છે. આ ઓવરમાં એન્ડ્રુ ટાઈએ માત્ર 2 રન આપ્યા હતા. ચેન્નાઈનો સ્કોર 3 ઓવર પછી 28/1

રોબિન ઉથપ્પાએ લગાડ્યા બે ચોગ્ગા

ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. રોબિન ઉથપ્પા અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા આવ્યા છે. લખનૌ માટે આવેશ ખાને પ્રથમ ઓવર કરી હતી. ઉથપ્પાએ મેચના પ્રથમ બે બોલમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. આવશે 4 રન એકસ્ટ્રા પણ આપ્યા. 1 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર 14/0 છે.

લખનૌની પ્લેઇંગ ઈલેવન

કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, એવિન લુઈસ, મનીષ પાંડે, દીપક હુડા, આયુષ બડોની, કૃણાલ પંડ્યા, દુષ્મંતા ચમીરા, એન્ડ્રુ ટાય, રવિ બિશ્નોઈ, આવેશ ખાન

ચેન્નાઈની પ્લેઈંગ ઈલેવન

ઋતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની, શિવમ દુબે, ડ્વેન બ્રાવો, ડ્વેન પ્રિટોરિયસ, મુકેશ ચૌધરી, તુષાર દેશપાંડે

બ્રેકગ્રાઉન્ડ

IPL 2022: IPL 2022માં લખનૌ (LSG) અને ચેન્નાઈ (CSK)ની ટીમો એકબીજા સામે ટકરાશે. લખનૌ અને ચેન્નાઈની આ સિઝનની શરૂઆત હાર સાથે થઈ હતી. આવી સ્થિતિમાં કેએલ રાહુલની આગેવાની હેઠળ લખનઉ અને રવીન્દ્ર જાડેજાના નેતૃત્વમાં ચેન્નાઈ પોતાની પ્રથમ જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. લખનૌ અને ચેન્નાઈના બેટ્સમેનો અગાઉની મેચોમાં ફ્લોપ રહ્યા હતા, જેના કારણે બંને ટીમોએ પોતાની મેચ ગુમાવવી પડી હતી. આ વખતે બેટ્સમેનો પર ઘણો મદાર રહેશે. લખનૌ અને ચેન્નાઈ વચ્ચેની મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનની આ સાતમી મેચ છે. બંને ટીમોમાં ઘણા મોટા ખેલાડીઓ છે અને આ મેચ રોમાંચક રહેવાની આશા છે.


છેલ્લી મેચમાં બંને ટીમોનું પ્રદર્શન 


આ સિઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ કોલકાતા સામે સૌથી વધુ 50 રનની ઇનિંગ રમી હતી. ધોની સિવાય કોઈ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. નિર્ધારિત 20 ઓવરમાં ટીમ 5 વિકેટે 131 રન જ બનાવી શકી હતી. જ્યારે કોલકાતાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી. બીજી તરફ, લખનૌની ટીમ પણ પ્રથમ મેચમાં સારી શરૂઆત કરી શકી ન હતી અને તેને ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમનો ટોપ ઓર્ડર પ્રથમ મેચમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જ્યારે આ મેચમાં ગુજરાતનો 5 વિકેટે વિજય થયો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.