KKR vs LSG: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની 68મી લીગ મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે કોલકત્તાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં લખનઉના ફાસ્ટ બોલર નવીન ઉલ હકને જોઈને સ્ટેન્ડ પર બેઠેલા ચાહકોએ કોહલી- કોહલીના નારા લગાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટેન્ડ પર બેઠેલા લોકો વિરાટ કોહલીના નામ પર નારા લગાવી રહ્યા છે.






લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન-ઉલ-હક વિરાટ કોહલી સાથેના ઝઘડા બાદથી સતત ચર્ચામાં છે. લખનઉ અને આરસીબી વચ્ચે રમાયેલી બીજી મેચમાં વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે મેદાન પર થોડી બોલાચાલી થઈ હતી. આ પછી RCBની મેચ દરમિયાન નવીન-ઉલ-હકે તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ઘણી ચર્ચા જગાવી હતી.






લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી મેચ દરમિયાન કોહલી, કોહલી...ના નારા લગાવતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લખનઉનો બોલર નવીન-ઉલ-હક બોલિંગ કરવા આવતા જ સ્ટેન્ડ પર બેઠેલા દર્શકો વિરાટ કોહલી- વિરાટ કોહલીના નારા લગાવવા લાગ્યા હતા.


પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 176 રન બનાવ્યા






કોલકત્તા અને લખનઉ વચ્ચે રમાઈ રહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 176 રન બનાવ્યા હતા. લખનઉની અડધી ટીમ 73 રન પર પેવેલિયન પરત ફરી હતી. આ પછી સાતમા નંબર પર બેટિંગ કરતી વખતે નિકોલસ પૂરને શાનદાર અડધી સદીની ઇનિંગ રમીને ટીમને આ ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. પૂરને 30 બોલમાં 4 ફોર અને 5 સિક્સરની મદદથી 58 રન બનાવ્યા હતા.