LSG vs RCB: IPL 2022 ની 31મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ જોવા માટે સંજય દત્ત અને રવિના ટંડન પણ પહોંચ્યા હતા. RCB માટે આ મેચમાં ફાફ ડુપ્લેસિસે 64 બોલમાં 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન ડુપ્લેસિસે 11 ચોગ્ગા અને 2 સિક્સર ફટકારી હતી. જો કે, આ શાનદાર ઈનિંગમાં તે સદી ચુકી ગયો હતો.


સંજય દત્ત અને રવિના ટંડન મેચ જોવા પહોંચ્યાઃ
બેંગ્લોરની ઇનિંગ્સની 14મી ઓવરના બીજા બોલ પર ફાફ ડુપ્લેસિસે સિક્સર ફટકારી હતી. જે બાદ સંજય દત્ત અને રવિના ટંડન ખૂબ જ ખુશ દેખાયા હતા. આ દરમિયાન તેણે કેમેરા સામે જોઈને ફેન્સનું અભિવાદન પણ કર્યું હતું. તમને જણાવી દઈએ કે સંજય દત્ત અને રવિના ટંડન હાલમાં જ KGF 2 માં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને કમાણીના રેકોર્ડ બનાવી રહી છે. 






ડુપ્લેસિસે શાનદાર ઇનિંગ રમીઃ
બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસ (96)ની શાનદાર બેટિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ IPL 2022ની 31મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ને 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. ટીમ માટે કેપ્ટન ડુપ્લેસિસ અને શજબાઝ અહેમદે 48 બોલમાં 70 રનની ભાગીદારી કરી હતી. લખનઉ તરફથી દુષ્મંથા ચમીરા અને જેસન હોલ્ડરે બે-બે વિકેટ લીધી હતી. આ સાથે જ કૃણાલ પંડ્યાએ એક વિકેટ લીધી હતી.


આ પણ વાંચોઃ


LSG vs RCB: પહેલા બોલ પર જ આઉટ થતાં કોહલીનું રિએક્શન જોઈ ફેન્સ પણ ચોંક્યા, જુઓ વીડિયો