IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે પોતાની ફાસ્ટ બોલિંગથી બધાને દિવાના બનાવી દીધા છે. ઉમરાન 145 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી રહ્યો છે. આ સિઝનમાં તેણે ગુજરાત ટાઇટન્સ સામે 153.3 kmphની ઝડપે બોલ ફેંક્યો હતો. જે આ સિઝનનો સૌથી ઝડપી બોલ હતો. જમ્મુ-કાશ્મીરના આ યુવા ખેલાડીને ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે. જે બાદ ક્રિકેટ ફેન્સ ઉમરાન મલિકની ટીમ ઈન્ડિયામાં ક્યારે એન્ટ્રી થશે તેની રાહ જોઈને બેઠા છે. તો ચાલો તમને જાણીએ કે ઉમરાન મલિક ક્યારે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શકે છે.


કુલ 7 T20 મેચ રમશે ભારતઃ
ઉમરાન મલિક ખૂબ જ જલ્દી ટીમ ઈન્ડિયાની જર્સીમાં દેખાઈ શકે છે કારણ કે, ભારતને જૂનમાં દક્ષિણ આફ્રિકા સામે 5 અને આયર્લેન્ડ સામે 2 ટી20 મેચ રમવાની છે. આ મેચોમાં ઉમરાનના ડેબ્યુની શક્યતાઓ ઘણી વધારે છે. ટીમ ઈન્ડિયા 9 થી 20 જૂન સુધી દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે સિરીઝ રમશે. આવી સ્થિતિમાં, ઉમરાન 2 મહિનામાં ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. ભારત 9 થી 20 જૂન સુધી દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ રમવાનું છે. આ પછી ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે શ્રેણી રમવાની છે. આ શ્રેણીની મેચો 26 અને 28 જૂને રમાશે.


આ શ્રેણીમાં તક મળી શકેઃ
ભારતે આયર્લેન્ડના પ્રવાસે પણ જવાનું છે. આ દરમિયાન ભારતની સિનિયર ટીમ ઈંગ્લેન્ડમાં હશે. આ સ્થિતિમાં યુવા ખેલાડીઓને આ શ્રેણીમાં તક મળી શકે છે. આ વર્ષે ભારત ઓસ્ટ્રેલિયામાં પણ વર્લ્ડ કપ રમવાનું છે. વર્લ્ડ કપની તૈયારીને જોતાં બોર્ડ વધુને વધુ નવા ખેલાડીઓને અજમાવવા માંગે છે. તેથી ઉમરાન મલિક આયર્લેન્ડ સામે ડેબ્યૂ કરી શકે છે.


આ પણ વાંચોઃ


IPL 2022, DC vs PBKS: દિલ્લી કેપિટલ્સમાં કોરોનાના 5 કેસ નોંધાતા પંજાબ સામેની મેચને લઈ લેવાયો મોટો નિર્ણય