IPL 2022: આજે લખનઉ સુપર જાયંટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ રહી છે. આ મેચમાં લખનઉએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરુઆત ખરાબ રહી હતી. બેંગ્લોરના ઓપનર બેટ્સમેન સાવ સસ્તામાં જ આઉટ થઈ ગયા હતા. જેમાં અનુજ રાવત 4 રન, વિરાટ કોહલી 0 રન, મેક્સવેલ 23 રન, સુયશ પ્રભુદેસાઈ 10 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જો કે, બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે બાજી સંભાળી હતી.


કોહલી પહેલા બોલ પર આઉટઃ
બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલીનું આજનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું હતું. ઈનિંગની પહેલી ઓવરમાં ચમિરા બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો. કોહલી ઈનિંગનો આ પહેલો બોલ રમી રહ્યો હતો. કોહલીએ બોલને ફટકાર્યો હતો પણ ફિલ્ડીંગમાં ઉભેલા હુડ્ડાએ તેને કેચ આઉટ કર્યો હતો. પોતે આઉટ થયા બાદ વિરાટ કોહલીના ચહેરા પર એક સેકન્ડ માટે હાસ્ય આવ્યું હતું જો કે બીજી જ ક્ષણે વિરાટ કોહલી નિરાશ થયો હતો. સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનું આ રિએક્શન ખુબ જ વાયરલ થયું હતું. 










લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11: કે.એલ. રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, આયુષ બદોની, જેસન હોલ્ડર, કૃણાલ પંડ્યા, દુષ્મંથ ચમીરા, આવેશ ખાન, રવિ બિશ્નોઈ.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્લેઈંગ 11: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, સુયાષ પ્રભુદેસાઈ, વાણિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.