LSG vs RCB: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સાંજે ફરી એકવાર મોટી ટક્કર જોવા મળશે, આજે મેદાનમાં ફરી એકવાર લખનઉ અને બેંગ્લૉરની ટીમો આમને સામને ટકરાશે. આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચ જંગ જામશે. આજની મેચ લખનઉના હૉમ ગ્રાઉન્ડ એટલે કે લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આજની મેચમાં લખનઉને હૉમ ગ્રાઉન્ડનો લાભ મળી શકે છે. 


આઇપીએલની 16મી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ પૉઈન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર છે, તો વળી રૉયલ ચેલેન્જેર્સ બેંગ્લૉર આ વખતે પાંચમા નંબરે છે. આજે લખનઉની કમાન કેએલ રાહુલ સંભાળશે, તો બેંગ્લોરની આગેવાની આફ્રિકન સ્ટાર ફાક ડૂ પ્લેસીસ કરતો જોવા મળશે. પંજાબ કિંગ્સ સામે જીત્યા બાદ લખનઉ જીતનો સિલસિલો જાળવી રાખવા પ્રયાસ કરશે, તો વળી, બેંગ્લૉરની ટીમ આ સિઝનની પ્રથમ મેચમાં લખનઉ સામે મળેલી હારનો બદલો લેવા પુરેપુરી મહેનત કરશે. 


IPLમાં કોણું પલડુ છે ભારે  - 
આજની મેચ પહેલા જાણી લો કે કઇ ટીમનું પલડુ રહેશે આજે ભારે, લખનઉ સુપર જાયન્ટ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે IPLમાં અત્યાર સુધી માત્ર 3 મેચ રમાઈ છે. જેમાં બેંગ્લૉરે બે માં જીત મેળવી છે, તો લખનઉને એકમાં જીત હાંસલ થઇ છે. આ સિઝનમાં 10 એપ્રિલે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનઉએ માત્ર 1 વિકેટથી જીત મેળવી હતી. 


લખનઉની ઇકાના સ્ટેડિયમની પીચ કોણે કરશે મદદ - 
ઈકાના ક્રિકેટ સ્ટેડિયમની પીચ ફાસ્ટ બૉલરો માટે વધુ અનુકુળ માનવામાં આવી રહી છે, આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમને જીત મળવાની શક્યતા વધુ હોય છે. આ મેદાન પર જેમ જેમ મેચ આગળ વધશે, તેમ તેમ પીચ ધીમી થતી જાય છે, જેના કારણે સ્પીનરોને અહીં ટર્ન અને બાઉન્સ મળે છે.


લખનઉ અને બેંગ્લૉર, આવી છે બન્નેની ફૂલ સ્ક્વૉડ ટીમ - 


લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની ફૂલ સ્ક્વૉડ - 
કેએલ રાહુલ (કેપ્ટન), નિકૉલસ પૂરન (વિકેટકીપર), કાયલી મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટૉઇનિસ, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, યશ ઠાકુર, અમિત મિશ્રા, જયદેવ ઉનડકટ, મનન વોહરા, માર્ક વૂડ, ક્વિન્ટૉન ડીકૉક, કૃષ્ણપ્પા ગૌતમ, સ્વપ્નીલ સિંહ, પ્રેરક માંકડ, ડેનિયલ સેમ્સ, રૉમારિયો શેફર્ડ, અર્પિત ગુલેરિયા, યુદ્ધવીર સિંહ ચરક, કરણ શર્મા.


રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર ટીમની ફૂલ સ્ક્વૉડ - 
ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લૉમરૉર, સુયેશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરંગા, ડેવિડ વિલી, વિજયકુમાર વૈશક, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, કર્ણ શર્મા, ફિન એલન, અનુજ રાવત, માઈકલ બ્રાસવેલ, સિદ્ધાર્થ કૌલ, સોનુ યાદવ, મનોજ ભંડાગે, વેન પાર્નેલ, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા.