Rishabh Pant, IPL 2025 Mega Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સિઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દામાં ચાલી રહી છે. આજે બીજા એટલે કે છેલ્લા દિવસે (25મી નવેમ્બર)ની હરાજી પણ શરૂ થઈ ગઈ છે. પહેલા દિવસે 3 ખેલાડીઓ પર એટલા પૈસા વરસ્યા કે IPL ઈતિહાસના તમામ રેકોર્ડ તૂટી ગયા. આ ત્રણ ખેલાડીઓ છે વિકેટકીપર ઋષભ પંત, મીડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર છે.


ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ રૂ. 27 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. આ રીતે ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જો કે, પંતને લીધા પછી લખનઉ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોએન્કાએ કહ્યું કે થોડા વધુ પૈસા ખર્ચવામાં આવ્યા છે. તેણે યોજના કરતાં વધુ પૈસા ખર્ચવા પડ્યા છે.


વાસ્તવમાં મામલો કંઈક એવો બન્યો કે હરાજી દરમિયાન લખનઉની ટીમે ઋષભ પંત માટે 20.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. અહીં દિલ્હી કેપિટલ્સ (DC) એ ઋષભ પંતને પરત લેવા માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો.


દિલ્હીના આરટીએમ બાદ લખનઉનો મામલો ડગમગ્યો 
અહીં, ઋષભ પંતને તેમની ટીમમાં સામેલ કરવા માટે લખનઉ ફ્રેન્ચાઇઝીએ પંતની બિડમાં રૂ. 6.25 કરોડનો વધારો કર્યો અને સીધી રીતે ઋષભ પંતની બોલી રૂ. 27 કરોડ કરી. આવી સ્થિતિમાં દિલ્હી બહાર નીકળી ગયું અને અંતે લખનઉની ટીમ જીતી ગઈ. આ રીતે ઋષભ પંતને લખનઉની ટીમે ખરીદ્યો હતો.






હરાજી બાદ મીડિયા સાથે વાત કરતા ગોએન્કાએ કહ્યું કે, તેમને ઋષભ પંતને થોડા વધુ પૈસા આપ્યા છે. સંજીવે કહ્યું, 'તે અમારી યોજનાનો ભાગ હતો, તે અમારી યાદીમાં હતો. અમે તેના માટે 26 કરોડ રૂપિયા રાખ્યા હતા. તેથી 27 થોડી ઘણી છે પરંતુ અમને આનંદ છે કે અમે તે લીધો. તે એક અદભૂત ખેલાડી, ટીમ મેન અને મેચ વિનર છે. અમારા બધા ચાહકોએ તેના લખનઉનો ભાગ બનવાથી ખૂબ જ ખુશ થવું જોઈએ.


આ પણ વાંચો


IPL 2025 Mega Auction: રોહિત-કોહલીથી પણ મોંઘા આ ત્રણ ખેલાડીઓ, એટલા રૂપિયા વરસ્યા કે IPLના તમામ રેકોર્ડ તૂટ્યા