MI vs DC Playing11: IPLમાં આજે (11 એપ્રિલ) દિલ્હી કેપિટલ્સની ટક્કર મુંબઇ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ દિલ્હીમાં જ રમાશે. અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે શરૂ થશે. બન્ને ટીમો માટે આ મેચ એકદમ ખાસ રહેશે, કેમ કે, બન્ને ટીમો આજની જીત સાથે આઇપીએલની સિઝન 16માં જીતનું ખાતુ ખોલાવા પ્રયાસ કરશે. કેમ કે આ સિઝનમાં બન્નેમાંથી એક પણ ટીમ એક પણ મેચ જીતવામાં સફળ રહી નથી.
IPL 2023માં દિલ્હી કેપિટલ્સે ત્રણ મેચ રમી છે, અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. વળી, મુંબઇ ઇન્ડિયન્સે બે મેચો રમી છે અને બન્ને ગુમાવી દીધી છે. ખાસ વાત છે કે, આ ટીમોએ પોતાની મેચો એકતરફી રીતે હારી છે. આ ટીમો પોતાની વિપક્ષી ટીમોને જરા પણ ટક્કર નથી આપી શકી. આવામાં સંભવ છે કે, આ ટીમો આજની મેચમાં જીત માટે મેદાનમાં ઉતરશે. જાણો અહીં બન્ને ટીમોની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયર્સ વિશે.....
બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન અને ઇમ્પેક્ટ પ્લેયર્સ
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન - પહેલા બેટિંગ,
ડેવિડ વૉર્નર (કેપ્ટન), પૃથ્વી શૉ, મનીષ પાંન્ડે, રિલી રુસો, રૉવમેન પૉવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), ચેતન સાકરિયા, કુલદીપ યાદવ, એનરિક નૉર્ખિયા.
દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન - પહેલા બૉલિંગ,
ડેવિડ વૉર્નર (કેપ્ટન), મનીષ પાંન્ડે, રિલી રુસો, રૉવમેન પૉવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (વિકેટકીપર), ચેતન સાકરિયા, કુલદીપ યાદવ, એનરિક નૉર્ખિયા, મુકેશ કુમાર.
દિલ્હી કેપિટલ્સ ઇમ્પેક્ટ પ્લેયર્સ - મુકેશ કુમાર/ પૃથ્વી શૉ
મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન - પહેલા બેટિંગ,
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), કેમરુન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, પિયુષ ચાવલા, ઋત્વિક શોકીન, જેસન બેહરનડૉર્ફ, સંદીપ વૉરિયર.
મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઇંગ ઇલેવન - પહેલા બૉલિંગ,
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), કેમરુન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિડ, પિયુષ ચાવલા, ઋત્વિક શોકીન, કુમાર કાર્તિકેય, જેસન બેહરનડૉર્ફ, સંદીપ વૉરિયર.
મુંબઇ ઇન્ડિયન્સ ઇમ્પેક્ટ પ્લેયર્સ - કુમાર કાર્તિકેય/ તિલક વર્મા.