ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 22મી મેચ આજે (16 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ટીમ માટે આ મેચ મહત્વની છે. છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે જીત નોંધાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઉત્સાહથી ભરેલી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ કોલકાતાની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 3 વાગ્યે ટોસ થશે.


કોલકાતાનું સારું પ્રદર્શન


કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પંજાબ કિંગ્સ સામે મેચ હાર્યા બાદ કોલકાતાએ સતત બે મેચ જીતીને શાનદાર વાપસી કરી હતી. આ દરમિયાન તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યા હતા. જ્યારે 14 એપ્રિલે તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમ 3માંથી 2 મેચ હારી છે.


કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023માં મુંબઈ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. નીતિશ રાણાની ટીમ અત્યાર સુધી 4 મેચ રમી છે જેમાં 2 જીતી છે અને 2 હાર થઈ છે. ચાર પોઈન્ટ સાથે કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે. જ્યારે મુંબઈએ શરૂઆતની 2 મેચ હાર્યા બાદ ત્રીજી મેચમાં વિજય મેળવ્યો હતો. એકંદર પ્રદર્શનની વાત કરીએ તો, KKRએ મુંબઈ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.


મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પીચને બેટ્સમેન ફ્રેન્ડલી માનવામાં આવે છે. નવો બોલ અહીં બેટ પર સરળતાથી આવે છે. છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે 158 રનના લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો હતો. સ્પિનર્સ અહીં અસરકારક છે. છેલ્લી મેચમાં પડેલી 10 વિકેટોમાંથી 7 વિકેટ સ્પિનરોએ લીધી હતી. મુંબઈ-કોલકાતા મેચમાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવા માંગશે.


મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ 11


રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરૂન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેહલ વઢેરા, ઋતિક શોકીન, પીયૂષ ચાવલા, અરશદ ખાન, જેસન બેહનડોર્ફ.


કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ 11


નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, નારાયણ જગદીશન, વેંકટેશ ઐય્યર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, લોકી ફર્ગ્યુસન.