IPL 2022 MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સ સતત ચોથી મેચ હાર્યું, બેંગ્લોરે 7 વિકેટે જીત મેળવી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સિઝન 15ની 18મી મેચમાં મુંબઇ અને બેંગ્લુરુનો મુકાબલો છે.

gujarati.abplive.com Last Updated: 09 Apr 2022 11:20 PM
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 વિકેટે મેચ જીતી

કોહલી આઉટ થયા બાદ બેટિંગ માટે આવેલા ગ્લેન મેક્સવેલે બે ચોક્કા મારીને બેંગ્લોરને જીત અપાવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 7 વિકેટે મેચ જીતી લીધી છે.

કોહલી ફિફ્ટી ચુક્યો, 48 રન બનાવીને LBW આઉટ થયો

વિરાટ કોહલી 48 રન બનાવીને આઉટ થયો છે. બ્રેવિસના બોલ પર કોહલી એલબીડબલ્યુ આઉટ થયો હતો. હાલ બેંગ્લોરને જીત માટે 10 બોલમાં 4 રનની જરુર

આરસીબીને જીત માટે 13 બોલમાં 14 રનની જરુર

આરસીબીએ 17.5 માં 138 રન બનાવ્યા છે. હાલ કોહલી 48 અને દિનેશ કાર્તિક 1 રન બનાવીને રમતમાં છે. હાલ 13 બોલમાં 14 રનની જરુર છે.

રોયલ ચેેલેન્જર્સ બેંગ્લુરુને પ્રથમ ઝટકો

રોયલ ચેેલેન્જર્સ બેંગ્લુરુને પ્રથમ ઝટકો લાગ્યો છે. ડુપ્લેસિસ 16 રન બનાવી આઉટ થયો છે. બેંગ્લુરુની ટીમે 10.2 ઓવરમાં એક વિકેટ ગુમાવી 66 રન બનાવી લીધા છે..

રોયલ ચેલેન્જર્સની શાનદાર શરુઆત

રોયલ ચેલેન્જર્સે શાનદાર શરુઆત કરતા 7 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 45 રન બનાવી લીધા છે. ડુપ્લેસિસ અને અનુજ રાવત હાલ રમતમાં છે.  ડુપ્લેસિસ 14 રન બનાવી રમતમાં છે. 

સુર્યકુમારે છેલ્લા બોલે સિક્સર મારી મુંબઈનો સ્કોર 151 પર પહોંચાડ્યો

સુર્યકુમારે છેલ્લા બોલે સિક્સર મારી મુંબઈનો સ્કોર 151 પર પહોંચાડ્યો હતો. બેંગ્લોરને જીત માટે 152 રનનો લક્ષ્યાંક આપ્યો.

સુર્યકુમાર યાદવે 50 રન પુરા કર્યા

મુંબઈની શરુઆતની વિકેટ પડી ગયા બાદ હવે સુર્યકુમાર યાદવે બાજી સંભાળી છે. સુર્યકુમારે પોતાનું અર્ધશતક પુર્ણ કર્યું છે. 50 રન પુરા કર્યાના બીજા બોલ પર જ સુર્યકુમારે સિક્સર મારી હતી

મુંબઈ ઈન્ડિયન્સની ટીમની 6 વિકેટ પડી

મુંબઈ ઈન્ડિયન્સની ટીમની 6 વિકેટ પડી ગઈ છે. પોલાર્ડ ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયો છે. મુંબઈની ટીમે 13.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 79 રન બનાવ્યા છે. ઈશાન કિશન અને રોહિત ર્શમા બાદ તમામ બેટ્સમેન ફેઈલ ગયા છે. સુર્યકુમાર યાદવ 12 રને રમતમાં છે. 

મુંબઈ ઈન્ડિયનની ટીમને વધુ એક ઝટકો

મુંબઈ ઈન્ડિયનની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. તિલક વર્મા ખાતુ ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો છે. મેક્સવેલે તેને રન આઉટ કર્યો છે. મુંબઈની ટીમે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 62 રન બનાવ્યા છે. 

ઈશાન કિશન 26 રન બનાવી આઉટ

મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન 26 રન બનાવી આઉટ થયો છે. હાલ મુંબઈનો સ્કોર 9.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 62 રન થયો છે. 

મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ઝટકો

મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 26 રન બનાવીને આઉટ થયો છે. હાલ ઈશાન કિશન 24 રન બનાવી રમતમાં છે. મુંબઈનો સ્કોર 7.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 57 રન થયો છે. 

ઈશાન કિશન અને રોહિત શર્મા બંને રમતમાં

મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 4.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 33 રન બનાવી લીધા છે. ઈશાન કિશન અને રોહિત શર્મા બંને રમતમાં છે. રોહિત શર્મા 16 રન બનાવી રમતમાં છે. 

રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઈંગ 11

આજની મેચનો ટોસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યો હતો. આજની મેચ માટે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - ફાફ ડુ પ્લેસિસ, અનુજ રાવત, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરાંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11

આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટોસ હાર્યું હતું. આજની મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - રોહિત શર્મા, ઈશાન કિશન, ડેવાલ્ડ બ્રેવિસ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, રમનદીપ સિંહ, મુરુગન અશ્વિન, જયદેવ ઉનડકટ, જસપ્રિત બુમરાહ, બાસિલ થમ્પી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ટોસ જીત્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવશે. 

બ્રેકગ્રાઉન્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે સિઝન 15ની 18મી મેચમાં મુંબઇનો સામનો બેંગ્લૉર સામે થવાનો છે. આ મેચમાં ફરી એકવાર રોહિત સામે કોહલી ટક્કર આપતો દેખાશે. આ મેચમાં પોતાની પહેલી જીત માટે રોહિત શર્મા પ્લાન બનાવશે તો સામે વધુ એક જીત મેળવવા માટે ડુપ્લેસીસ પ્રયાસ કરશે.


પિચ રિપોર્ટ -
પુણેની પીચ પર બૉલરોની પાસે વધારે કંઇ કરવા જેવુ નથી હોતુ. આવામાં બેટિંગ રવા માટે આ એક સારી પીચ છે. બૉલરો માટે શરૂઆતમાં વિકેટ લેવાનો સારો મોકો મળશે. મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ ભેજ વધશે બૉલિંગ કરવી બૉલરો માટે મુશ્કેલ બની રહેશે. આ કારણે ટૉસ જીતનારી કોઇપણ ટીમ પહેલા બૉલિંગ કરવાનુ પસંદ કરશે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.