IPL 2023 : રોમાંચક મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સનો શાનદાર વિજય
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 28 વખત સામસામે આવી ચુકી છે. આંકડા દર્શાવે છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર છે.
મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં જ 213 રનનો લક્ષ્યાંંક કર્યો હાંસલ. ડેવિડના 14 બોલમાં અણનમ 45 રન.
મુંબઈને જીતવા માટે 12 બોલમાં 32 રનની જરૂર. મેચ રોમાંચક તબક્કામાં પહોંચી.
રાજસ્થાન રોયલ્સને મળી મોટી સફળતા. સુર્યકુમાર યાદવ 29 બોલમાં 55 રન બનાવી આઉટ. મેચ રસપ્રદ તબક્કામાં.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 15 ઓવરમાં 151 રન. 3 વિકેટ ગુમાવી.
સુર્યકુમાર યાદવની શાનદાર અડધી સદી. 24 બોલમાં ફટકારી અડધી સદી. મુંબઈની મક્કમ આગેકૂચ.
રાજસ્થાન રોયલ્સને મળી ત્રીજી સફળતા. કેમરૂન ગ્રીન 24 બોલમાં 44 રન બનાવી આઉટ. મુંબઈ 3 વિકેટે 101 રન.
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 10 ઓવરે 100 રનને પાર.
ઈશાન કિશાન આઉટ. 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 2 વિકેટે 75 રન છે.
મુંબઈનો સ્કોર 5 ઓવરમાં એક વિકેટે 47 રન. કેમરૂન ગ્રીન અને ઈશાન કિશન પીચ પર.
કેપ્ટર રોહિત શર્મા માત્ર 3 રન બનાવી આઉટ. 3 ઓવરમાં મુંબઈનો સ્કોર એક વિકેટે 15 રન.
રોહિત શર્મા અને ઈશાન કિશન મેદાને, 213 રનનો વિશાળ લક્ષ્યાંક પાર પાડવા મુંબઈ માટે કપરા ચઢાણ.
રાજસ્થાનનો સ્કોર 7 વિકેટે 212 રન. મુંબઈને જીતવા માટે 213 રનનું લક્ષ્યાંક.
તેજસ્વી જયસ્વાલ આઉટ, 61 બોલમાંં શાનદાર 124 રનની ધમાકેદાર ઈનિંગ ખેલી આઉટ.
રાજસ્થાન રોયલ્સનો સ્કોર 200 રનને પાર, જયસ્વાલ પીચ પર યથાવત.
168ના સ્કોર પર રાજસ્થાન રોયલ્સે તેની છઠ્ઠી વિકેટ ગુમાવી છે. ધ્રુવ જુરેલ 2 રન બનાવીને આઉટ થયો હતો. જુરેલને મેરેડિથે આઉટ કર્યો હતો.
યશસ્વી જયસ્વાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ઈતિહાસ રચ્યો છે. યશસ્વી જયસ્વાલે 53 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી 14 ફોર અને 6 સિક્સર ફટકારી છે. તે IPLમાં સદી ફટકારનાર પાંચમો ભારતીય અનકેપ્ડ ખેલાડી બન્યો છે.
હેતમાતર 8 બોલમાં 8 રન બનાવી આઉટ.
રાજસ્થાન રોયલ્સને ચોથો ઝાટકો, જેશન હોલ્ડર 9 બોલમાં 11 રન બનાવી આઉટ
યશસ્વી જયસ્વાલ 41 બોલમાં 72 રન બનાવીને રમી રહ્યો છે. તેના બેટમાંથી 10 ચોગ્ગા અને ચાર છગ્ગા નીકળ્યા છે.
રાજસ્થાન રોયલ્સે 11મી ઓવરમાં 103ના સ્કોર પર તેમની ત્રીજી વિકેટ ગુમાવી હતી. દેવદત્ત પડિકલ બે રન બનાવીને આઉટ થયો હતો. પદીકલને ચાવલાએ આઉટ કર્યો હતો.
રાજસ્થાને 10મી ઓવરમાં 95 રનના સ્કોર પર તેની બીજી વિકેટ ગુમાવી હતી. અરશદ ખાને સંજુ સેમસનને આઉટ કર્યો હતો. તે માત્ર 14 રન બનાવી શક્યો હતો.
પીયૂષ ચાવલાએ 8મી ઓવરના પહેલા બોલ પર જોસ બટલરને આઉટ કર્યો હતો. બટલર 19 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો.
5 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 58 રન છે. યશસ્વી જયસ્વાલ 35 અને જોસ બટલર 10 રને રમી રહ્યા છે.
તેજસ્વી જયસ્વાલની 4 બોલમાં 4 ચોગ્ગા સાથે ધમાકેદાર બેટિંગ.બટલર પણ ફોર્મમાં.
3 ઓવરના અંતે રાજસ્થાન રોયલ્સે કોઈપણ નુકસાન વિના 26 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ 18 અને જોસ બટલર 1 રન બનાવીને રમી રહ્યા છે.
ક્રિસ ગ્રીનની પ્રથમ ઓવરમાં આઠ રન આવ્યા હતા. યશસ્વી જયસ્વાલે શાનદાર સિક્સ ફટકારી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય, રિલે મેરેડિથ, અરશદ ખાન.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.
રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રેન્ટ બોલ્ટની રાજસ્થાન ટીમમાં વાપસી થઈ છે. જોફ્રા આર્ચર અને અરશદ ખાન મુંબઈની ટીમમાં પરત ફર્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
MI vs RR, IPL 2023 Live: આજે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચેની મેચ સાંજે 7.30 કલાકે શરૂ થઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ બીજા નંબરે છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ આઠમા નંબરે છે. જો કે, શું મુંબઈ ઈન્ડિયન્સ આ મેચ જીતી શકશે કે પછી રાજસ્થાન રોયલ્સ પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખશે.
IPLના ઈતિહાસમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 28 વખત સામસામે આવી ચુકી છે. આંકડા દર્શાવે છે કે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સનો હાથ ઉપર છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 15 વખત હરાવ્યું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 13 વખત હરાવ્યું છે. ભલે આંકડા મુંબઈ ઈન્ડિયન્સની તરફેણમાં હોય, પરંતુ આ સમયે રાજસ્થાન રોયલ્સની ટીમ શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ તેમના હોમ ગ્રાઉન્ડ પર રમશે, પરંતુ આ મેદાન પર રોહિત શર્માની ટીમના આંકડા શાનદાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -