મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સને જીતવા માટે ચેન્નઇ સુપર કિંગ્સે 151 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર મોઇન અલી છવાયો હતો. ઓલરાઉન્ડર મોઇન અલી સદી ચૂકી ગયો હતો. ઓલરાઉન્ડર મોઈન અલીએ રાજસ્થાન સામે સિઝનની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 57 બોલમાં 93 રન બનાવીને આઉટ થયો હતો અને સદી ચૂકી ગયો હતો.
બોલ્ટની ઓવરમાં 26 રન ફટકાર્યા
મોઈન અલીએ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની એક ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. ચેન્નઇ સુપરકિંગ્સની ઇનિંગની છઠ્ઠી ઓવરમાં મોઇન અલીએ પ્રથમ બોલર પર સિક્સ ફટકારી હતી. ત્યારબાદ બાકીના પાંચ બોલ પર સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. મોઇન અલીએ તેની તોફાની ઇનિંગ દરમિયાન ડેવોન કોન્વે સાથે બીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. કોન્વે 16 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો.
આ પછી તેણે બેટિંગ કરતા રાજસ્થાનના બોલરોની જોરદાર ધોલાઇ કરી હતી. તેણે 19 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે તે પેટ કમિન્સ પછી સિઝનમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ખેલાડી બની ગયો હતો. નોંધનીય છે કે કમિન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.
મોઇન અલીને આઠ કરોડમાં રિટેન કરાયો હતો
આઈપીએલ 2022ની મેગા ઓક્શન પહેલા મોઈન અલીને ચેન્નઈ સુપર કિંગ્સે રૂ. 8 કરોડમાં રિટેન કર્યો હતો.
IPLની આ સિઝનમાં ફાક ડુ પ્લેસીસ દમદાર કેપ્ટન સાબિત થયો, જાણો કોણ કોણ છે ટૉપ પર........
Post Office: પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે સારા સમાચાર, NEFT સેવા શરૂ, ટૂંક સમયમાં જ મળશે RTGS સુવિધા
એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, આ જગ્યાએ ચાલુ બસે ડ્રાઈવરે...