IPL 2022 ની 46મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાંથી ધોની ફરી એકવાર ચેન્નાઈની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ પહેલા આઈપીએલ 2022ની શરૂઆત પહેલા ધોનીએ ચેન્નાઈની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી હતી, પરંતુ જાડેજાએ બોલિંગ અને બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ફરીથી ધોનીને કેપ્ટન્સી સોંપી હતી.
તમને જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2022માં કેપ્ટન તરીકે પોતાની પહેલી જ મેચમાં મોટો નિર્ણય લીધો હતો. આ નિર્ણય મુજબ આ મેચમાં ધોની ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. અગાઉ છેલ્લે IPL 2011માં તે ચેન્નાઈ તરફથી રમતી વખતે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. જો કે, ધોની ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો પણ માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ કરી કમાલઃ
રુતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ ચેન્નાઈ માટે ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે 17.5 ઓવરમાં 182 રનની ભાગીદારી કરી હતી. જોકે, ગાયકવાડ સદી ચૂકી ગયો હતો. તે 99 રન પર પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન ગાયકવાડે 6 ફોર અને 6 સિક્સર લગાવી હતી. આ સાથે ચેન્નાઈએ હૈદરાબાદને જીત માટે 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો.