MS Dhoni on his IPL future: IPL 2022માં ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) કેપ્ટન તરીકે પરત ફર્યો છે. જે બાદ ધોનીએ હૈદરાબાદ વિરૂદ્ધ ટોસ કરતા સમયે  પોતાના ભવિષ્યને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ દરમિયાન તેણે જણાવ્યું કે તે આવતા વર્ષે IPLમાં જોવા મળશે કે નહીં.


ધોનીએ ભવિષ્ય વિશે આ વાત કહીઃ
ટોસ હાર્યા બાદ ટીવી પ્રેઝેન્ટરે સાથે વાત કરતા ધોનીએ પોતાના ભવિષ્યને લઈને મોટો ખુલાસો કર્યો છે. જ્યારે ટીવી પ્રેઝેન્ટરે તેને પૂછ્યું કે શું તે આગામી સિઝનમાં પણ પીળી જર્સી (CSKની જર્સી) સાથે જોવા મળશે? જેના જવાબમાં ધોનીએ કહ્યું કે, તમે મને બિલ્કુલ પીળી જર્સીમાં જોશો. પછી ભલે તે આ વાળી (ખેલાડીઓ વાળી) હોય અથવા થોડી અલગ (સપોર્ટ સ્ટાફ) હોય. પરંતુ હું પીળી જર્સીમાં જોવા મળીશ. જોકે, તે કયા રંગની જર્સી હશે તે તો યોગ્ય સમયે જ ખબર પડશે.


જાડેજાના સ્થાને કેપ્ટન બનાવવામાં આવ્યોઃ
આ સિઝનમાં ચેન્નાઈનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. જે બાદ ટીમના કેપ્ટન જાડેજાએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન જાડેજાએ કહ્યું હતું કે તે પોતાની રમત પર વધુ ધ્યાન આપવા માંગે છે, જેના કારણે તેણે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. જે બાદ ફરી એકવાર ટીમની કમાન મહેન્દ્ર સિંહ ધોનીને સોંપવામાં આવી હતી.


તમને જણાવી દઈએ કે, IPLની આ પ્રથમ સિઝનની શરૂઆતમાં ધોનીએ કેપ્ટન પદ છોડી દીધું હતું. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તેણે ભવિષ્યની ટીમ તૈયાર કરવા માટે કેપ્ટન્સી છોડવાનો નિર્ણય કર્યો છે. જે બાદ જાડેજાને કેપ્ટનશીપ મળી હતી.


આ પણ વાંચોઃ


RR vs MI: મેચ દરમિયાન સુર્યકુમાર અચાનક ચહલને ભેટી પડ્યો, દર્શકો બોલ્યા - શું બન્ને કિસ કરી રહ્યા છે, જાણો સમગ્ર મામલો