IPL 2025 MS Dhoni: એમએસ ધોની આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ખેલાડી તરીકે રમતા જોવા મળ્યો હતો. 2024 IPL પહેલા, ધોનીએ કેપ્ટનનું પદ છોડી દીધું અને યુવા પ્લેયર રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈની કમાન સોંપવામાં આવી. આઈપીએલ 2024 પછી ઘણો સમય પસાર થઈ ગયો છે, પરંતુ માહી આગામી સિઝનમાં રમશે કે નહીં તે અંગે કંઈ સ્પષ્ટ નથી. હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેવી રીતે આગામી IPL રમવાનો ધોનીનો નિર્ણય 'શરત' પર ટકી રહ્યો છે.


માહી આગામી સિઝનમાં રમશે કે કેમ તે અંગેનો નિર્ણય બીસીસીઆઈને લાગે છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, જો BCCI ટીમોને IPLમાં 5-6 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપે છે, તો માત્ર ધોની જ ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખી શકે છે.


તમને જણાવી દઈએ કે આઈપીએલની મેગા ઓક્શન 2025 પહેલા યોજાવાની છે. મેગા ઓક્શન પહેલા એવી ઘણી ચર્ચા થઈ હતી કે આઈપીએલ ટીમો બીસીસીઆઈ પાસે 4થી વધુ ખેલાડીઓને રિટેન કરવાની માંગ કરી રહી છે. હાલમાં મેગા ઓક્શન પહેલા ટીમો માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરી શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે BCCI મેગા ઓક્શન પહેલા આ ખેલાડીઓની રિટેન્શન પોલિસીમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં. જો 4 ખેલાડી કરતાં વધુ ખેલાડી રિટન કરી શકાશે તો ધોની આ વખતે આઈપીએલ રમતા જોવા મળશે. 


જાણો ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નાઈનું પ્રદર્શન કેવું રહ્યું?


એમએસ ધોની આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી કેપ્ટન તરીકે નહીં પરંતુ એક ખેલાડી તરીકે રમતા જોવા મળ્યો હતો. 2024 IPL પહેલા, ધોનીએ કેપ્ટનનું પદ છોડી દીધું અને યુવા પ્લેયર રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈની કમાન સોંપવામાં આવી. ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈ IPL 2024ના પ્લેઓફમાં પ્રવેશી શકી ન હતી. ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. ચેન્નાઈએ 14માંથી 7 મેચ જીતી અને 7માં હારનો સામનો કરવો પડ્યો. ભલે ચેન્નાઈ પ્લેઓફમાં જગ્યા ન બનાવી શકી પરંતુ કેપ્ટન રુતુરાજ ગાયકવાડે બેટિંગ અને કેપ્ટનશિપમાં સારું પ્રદર્શન કર્યું. હવે આગામી સિઝનમાં તમામની નજર ફરી ગાયકવાડ પર રહેશે. ચાહકો એ જોવા માંગશે કે ગાયકવાડ ધોની અને ચેન્નાઈનો વારસો જાળવી શકશે કે નહીં.