PBKS vs DC, IPL 2023: દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું

દિલ્હીને ગત મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા પિચ તપાસતા જોવા મળ્યા હતા.

gujarati.abplive.com Last Updated: 17 May 2023 11:20 PM
દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 15 રનથી હરાવ્યું. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 213 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 198 રન જ બનાવી શકી હતી.

પંજાબને જીતવા માટે 59 રનની જરૂર

પંજાબ કિંગ્સે 18 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 12 બોલમાં 38 રનની જરૂર છે. સેમ કરન 7 રન બનાવીને રમી રહ્યો છે. લિવિંગસ્ટોન 77 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 7 સિક્સ અને 4 ફોર ફટકારી છે.

પંજાબને પાંચમો ફટકો લાગ્યો

પંજાબ કિંગ્સની 5મી વિકેટ પડી. શાહરૂખ ખાન 6 રન બનાવીને આઉટ થયો હતો. ખલીલ અહેમદે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ટીમે 16.3 ઓવરમાં 147 રન બનાવ્યા હતા. પંજાબને જીતવા માટે 21 બોલમાં 67 રનની જરૂર છે.

પંજાબના 10 ઓવરમાં 75 રન

પંજાબના 10 ઓવરમાં 2 વિકેટના નુકશાને 75 રન. દિલ્હીની ખરાબ ફિલ્ડિંગ. બે કેચ છોડ્યા. 

પંજાબને બીજો ફટકો

પંજાબ કિંગ્સની બીજી વિકેટ પ્રભસિમરન સિંહના રૂપમાં પડી. તે 19 બોલમાં 22 રન બનાવીને આઉટ. અક્ષર પટેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પંજાબે 8 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 55 રન બનાવ્યા હતા. અથર્વ તાયડે અને લિવિંગસ્ટોન પીચ પર. 

પંજાબની ધીમી શરૂઆત

પંજાબની ધીમી શરૂઆત. 5 ઓવરમાં એ વિકેટના નુકશાને બનાવ્યા 36 રન. 

પંજાબની ખરાબ શરૂઆત

શિખર ધવન ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો.  પંજાબ 0 રને 1 વિકેટ. 

પંજાબને જીતવા માટે 214 રનનો ટાર્ગેટ

રાઈલી રોસોની તોફાની ઈનિંગ. 37 બોલમાં અણનમ 82 રન ફટકાર્યા. દિલ્હીનો સ્કોર 213 રન. પંજાબને જીતવા માટે 214 રનનું લક્ષ્યાંક.   

દિલ્હીનો વિશાળ સ્કોર

દિલ્હી કેપિટલ્સનો સ્કોર 19 ઓવરમાં 200 રન. વિશાળ સ્કોર તરફ અગ્રેસર દિલ્હી. 

રૂસોની ધમાકેદાર ઈનિંગ

રાઈલી રૂસોની ઝંઝાવાતી બેટિંગ. 25 બોલમાં ફટકારી અડધી સદી.  

દિલ્હીનો સ્કોર 150 રનને પાર

દિલ્હીનો સ્કોર 150 રનને પાર. 15 ઓવરમાં 2 વિકેટે 152 રન. 

દિલ્હીને બીજો ઝટકો

પૃથ્વી શો 54 રન બનાવી આઉટ. દિલ્હીનો સ્કોર 2 વિકેટે 148 રન. 

પૃથ્વી શૉએ શાનદાર અડધી સદી

પૃથ્વી શોએ પોતાની અડધી સદી પૂરી કરી. તે 37 બોલમાં 54 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી છે. પંજાબે 14 ઓવર પછી એક વિકેટના નુકસાન પર 138 રન બનાવ્યા હતા.

દિલ્હીને પહેલો ઝટકો

46 રન બનાવી ડેવિડ વાર્નર આઉટ. રાઈલી રૂસોએ સંભાળ્યો મોરચો. 

વોર્નર-શો સદીની ભાગીદારીની નજીક

પૃથ્વી શો અને ડેવિડ વોર્નર વચ્ચે 93 રનની ભાગીદારી છે. દિલ્હી કેપિટલ્સે 10 ઓવરમાં 93 રન બનાવ્યા છે. વોર્નર 46 અને પૃથ્વી 45 રન બનાવીને રમી રહ્યા છે. આ બંને સદીની ભાગીદારીની નજીક છે.

વોર્નર-પૃથ્વીની ધમાકેદાર શરૂઆત

ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ માટે અડધી સદીની ભાગીદારી પૂરી કરી. દિલ્હીએ 5 ઓવરમાં 51 રન બનાવ્યા. પૃથ્વી શો 25 તો  ડેવિડ વોર્નર પણ 25 રન બનાવીને રમી રહ્યો છે.

વોર્નર અને પૃથ્વી શૉએ કરી શરૂઆત

જીત મેળવવા આતુર દિલ્હીના ઓપનર મેદાનમાં. તો પંજાબના સેમ કરન નાખશે પહેલી જ ઓવર. 

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન - શિખર ધવન (કેપ્ટન), અથર્વ તાયડે, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કરણ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, કાગીસો રબાડા, નાથન એલિસ અને અર્શદીપ સિંહ

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન:

ડેવિડ વોર્નર (c), પૃથ્વી શો, ફિલિપ સોલ્ટ (wk), રિલે રોસો, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, યશ ધૂલ, કુલદીપ યાદવ, એનરિચ નોરખિયા, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ

બ્રેકગ્રાઉન્ડ

PBKS vs DC Live પંજાબ અને દિલ્હી વચ્ચે ધર્મશાલામાં રમાનારી મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઉતરશે. પંજાબના કેપ્ટન શિખર ધવને જણાવ્યું કે પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હીને ગત મેચમાં પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ પંજાબ કિંગ્સ સામેની મેચ પહેલા પિચ તપાસતા જોવા મળ્યા હતા. IPLએ બે તસવીરો ટ્વિટ કરી છે. આમાં પોન્ટિંગ દેખાઈ રહ્યો છે. બીજી તસવીરમાં પંજાબનો કેપ્ટન શિખર ધવન જોવા મળી રહ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.