PBKS vs KKR, IPL 2023: પંજાબ કિંગ્સની વિજય સાથે શરૂઆત, ડકવથ લૂઇસના નિયમ અનુસાર કોલકત્તાને આપી હાર

IPLમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે

gujarati.abplive.com Last Updated: 01 Apr 2023 08:00 PM
પંજાબે સાત રનથી જીત મેળવી હતી

પંજાબ કિંગ્સે DLS નિયમ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સને સાત રનથી હરાવ્યું છે. 192 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતાએ 16 ઓવરમાં સાત વિકેટે 146 રન બનાવ્યા હતા ત્યારે વરસાદ આવ્યો અને રમત શક્ય બની ન હતી. તે સમયે કોલકાતાની ટીમ ડકવથ લૂઇસના નિયમ અનુસાર સાત રનથી પાછળ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આન્દ્રે રસેલે 35 અને વેંકટેશ અય્યરે 34 રન બનાવ્યા હતા. જ્યારે નીતિશ રાણાએ 24 અને રહેમાનુલ્લા ગુરબાજે 22 રન બનાવ્યા હતા.

વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે.
વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. 192 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમે 16 ઓવરમાં સાત વિકેટે 146 રન બનાવી લીધા છે.  હાલમાં  ડકવથ લૂઇસના નિયમ અનુસાર, કોલકત્તા સાત રન પાછળ છે. 
કોલકાતાએ સાતમી વિકેટ ગુમાવી 

કોલકાતાની સાતમી વિકેટ 138 રનના સ્કોર પર પડી હતી. વેંકટેશ ઐય્યર 28 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. 

કોલકાતાએ ગુમાવી પાંચમી વિકેટ

કોલકાતાની પાંચમી વિકેટ 80 રનના સ્કોર પર પડી હતી. રાહુલ ચહરે રિંકુ સિંહને આઉટ કર્યો હતો. . રિંકુ સિંહે ચાર બોલમાં ચાર રન બનાવ્યા હતા. 

કોલકાતાએ ગુમાવી ત્રીજી વિકેટ

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમની ત્રીજી વિકેટ 29 રનના સ્કોર પર પડી છે. સેમ કુરને રહેમાનુલ્લાહ ગુરબાઝને ક્લીન બોલ્ડ કર્યો હતો. ગુરબાજે 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. 

પંજાબે પ્રથમ બેટિંગ કરતા 191 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી ભાનુકા રાજપક્ષેએ સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવન 40, સેમ કુરન 26, પ્રભસિમરન સિંહ 23 અને જીતેશ શર્મા 21 રન બનાવીને આઉટ થયા હતા. કોલકાતા તરફથી ટિમ સાઉથીએ બે વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીને એક-એક વિકેટ મળી હતી.

પંજાબે ચોથી વિકેટ ગુમાવી

પંજાબની ટીમની ચોથી વિકેટ 168 રનના સ્કોર પર પડી છે. સિકંદર રઝા 13 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો છે. 

પંજાબનો સ્કોર 150 રનને પાર

પંજાબ કિંગ્સનો સ્કોર ચાર વિકેટના નુકસાને 150 રનને પાર થયો છે. સિકંદર રઝા અને સેમ કુરન ક્રિઝ પર છે. પંજાબનો સ્કોર 16 ઓવર બાદ ચાર વિકેટે 153 રન છે.

પંજાબે બીજી વિકેટ ગુમાવી

પંજાબની ટીમની બીજી વિકેટ 109 રનના સ્કોર પર પડી છે. ભાનુકા રાજપક્ષે 32 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

ભાનુકા રાજપક્ષેની અડધી સદી

ભાનુકા રાજપક્ષે 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે પંજાબ માટે શાનદાર ઇનિંગ્સ રમી છે 

પાવરપ્લેમાં પંજાબ કિંગ્સે 56 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે પાવરપ્લેમાં એક વિકેટે 56 રન બનાવ્યા હતા. પ્રભસિમરન સિંહના આઉટ થયા બાદ કેપ્ટન શિખર ધવન અને ભાનુકા રાજપક્ષે ઝડપી રન બનાવ્યા હતા. 

પંજાબે પ્રથમ વિકેટ ગુમાવી

પંજાબ કિંગ્સની પ્રથમ વિકેટ 23 રનના સ્કોર પર પડી હતી. પ્રભસિમરન સિંહ 12 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

પંજાબ કિંગ્સની પ્લેઇંગ ઇલેવન

કોલકત્તા નાઇટ રાઇડર્સની પ્લેઇંગ ઇલેવન

કોલકત્તાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

કોલકત્તાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

બ્રેકગ્રાઉન્ડ

KKR vs PBKS: IPL 2023 ની બીજી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચ આજે (1 એપ્રિલ) બપોરે 3.30 કલાકે શરૂ થશે. મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે.


મોહાલીમાં આજે તાપમાન 14 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. મેચ દરમિયાન અહીં 7 થી 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભેજનું પ્રમાણ પણ 60 થી 70% રહેશે. મેચ દરમિયાન આખો સમય આકાશ વાદળછાયું રહેશે, એટલે કે વરસાદનો ડર હંમેશા મંડરાતો રહેશે.


બંને ટીમમાં નવા કેપ્ટન


શિખર ધવન આ વખતે પંજાબ કિંગ્સની કમાન સંભાળી રહ્યો છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સના નિયમિત કેપ્ટન શ્રેયસ ઐય્યર પીઠની ઈજાને કારણે તેની ટીમની બહાર છે, આ સ્થિતિમાં નીતિશ રાણા ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. શિખર ધવન પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે કેપ્ટનશીપનો સારો અનુભવ છે, પરંતુ નીતીશ રાણા માટે મોટા મંચ પર કેપ્ટનશિપની આ પહેલી તક હશે.


IPLમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 30 મેચ રમાઈ છે, જેમાં KKR 20 મેચ જીત્યું છે. જ્યારે પંજાબ કિંગ્સ માત્ર 10 મેચ જીતી શકી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.