Punjab Kings vs Rajasthan Royals: IPL 2024માં શિખર ધવન અને સંજૂ સેમસન આજે એકબીજા સામે ટકરાશે. પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં બંને ટીમો પ્રથમ વખત ટકરાશે. જાણો આ મેચમાં કોણ જીતી શકે છે. અહીં વાચો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ ઈલેવન પણ....


IPL 2024માં અત્યાર સુધી પંજાબ અને રાજસ્થાન બંને પાંચ-પાંચ મેચ રમી ચૂક્યા છે. જો કે, સંજૂ સેમસને આ સમયગાળા દરમિયાન ચાર મેચ જીતી છે, જ્યારે ધવનની ટીમને માત્ર બે જ જીત મળી છે. પૉઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર છે જ્યારે પંજાબ કિંગ્સ આઠમા સ્થાને છે. રાજસ્થાનનો કેપ્ટન સેમસન શાનદાર ફોર્મમાં છે જ્યારે પંજાબનો કેપ્ટન ધવન ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે.


પંજાબ અને રાજસ્થાન મેચનો પીચ રિપોર્ટ 
પંજાબ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ બેટ્સમેનો માટે યોગ્ય છે. ઉપરાંત અહીં બેટિંગ કરવી બીજી ઇનિંગ્સમાં પણ સરળ બની જાય છે. નવો બોલ આ મેદાન પર શરૂઆતમાં ઝડપી બોલરોને પણ મદદ કરે છે. આ સિઝનમાં અહીં બે મેચ રમાઈ છે, જેમાં ફાસ્ટ બોલરોએ 23 વિકેટ ઝડપી છે.


પંજાબ અને રાજસ્થાનની વચ્ચેના હેડ ટૂ હેડ રેકોર્ડ 
IPLના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 26 વખત આમને-સામને આવી છે. આ સમયગાળા દરમિયાન રાજસ્થાને વધુ વખત જીત મેળવી છે. જ્યારે રાજસ્થાને 15 મેચ જીતી છે જ્યારે પંજાબે 11 મેચ જીતી છે. પંજાબ સામે રાજસ્થાનના બેટ્સમેનો અલગ અંદાજમાં રમે છે.


મેચ પ્રિડિક્શન 
પેપર પર ભલે રાજસ્થાનની ટીમ ખુબ મજબૂત દેખાય છે. જો કે પંજાબ કિંગ્સ આ મેચમાં અપસેટ સર્જી શકે છે. અમારી મેચની આગાહી આ મેચમાં પંજાબ માટે વધુ તકો દર્શાવે છે. જો કે મેચ રોમાંચક બને તેવી પૂરી શક્યતાઓ છે.


રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન- 
યશસ્વી જાયસ્વાલ, જૉસ બટલર, સંજૂ સેમસન (કેપ્ટન, વિકેટકીપર), રિયાન પરાગ, શિમરૉન હેટમાયર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, કુલદીપ સેન અને યુઝવેન્દ્ર ચહલ.
ઈમ્પેક્ટ પ્લેયર- રૉવમેન પોવેલ.


પંજાબ કિંગ્સના સંભવિત પ્લેઈંગ ઈલેવન- 
શિખર ધવન, પ્રભસિમરન સિંહ, સેમ કુરન, લિયામ લિવિંગસ્ટોન/જૉની બેયરર્સ્ટો, સિકંદર રઝા, જીતેશ શર્મા (વિકેટકીપર), શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ અને કાગીસો રબાડા.
ઈમ્પેક્ટ પ્લેયર- અર્શદીપ સિંહ.