IPL 2022: IPL 2022માં, ભારતના ઘણા યુવા ખેલાડીઓએ તેમની શાનદાર રમતથી આ લીગમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આઈપીએલમાં દર વર્ષે ઘણા યુવા ખેલાડીઓ આ મુશ્કેલ કાર્ય કરીને પોતાની પ્રતિભા સાબિત કરે છે. IPL 2022માં પણ 5 યુવા ભારતીય ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી દરેકનું દિલ જીતી લીધું છે. આ ખેલાડીઓને આગામી સમયમાં ટીમ ઈન્ડિયાના ભાવિ સ્ટાર પણ માનવામાં આવે છે.


તિલક વર્મા
IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા 19 વર્ષીય યુવા બેટ્સમેન તિલક વર્માએ આ સિઝનમાં ઘણા રન બનાવ્યા છે. તિલક વર્માએ IPL 2022ની 14 મેચમાં 397 રન બનાવ્યા છે. આ સિઝનમાં તેના બેટથી 2 શાનદાર અડધી સદી પણ નિકળી છે.


મુકેશ ચૌધરી
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીએ તેની પ્રથમ આઈપીએલ સિઝનમાં શાનદાર બોલિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. મુકેશ ચૌધરીએ આ સિઝનની 13 મેચમાં 9.32ની ઈકોનોમી સાથે 16 વિકેટ લીધી છે.


આયુષ બદોની
લખનઉ સુપર જાયન્ટ્સની ટીમના યુવા ખેલાડી આયુષ બદોનીએ આ સિઝનમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. IPL 2022માં આયુષ બદોનીએ 13 મેચમાં 161 રન બનાવ્યા છે અને 2 વિકેટ પણ લીધી છે.


મોહસીન ખાન
લખનૌ સુપર જાયન્ટ્સ બીજા એક ખેલાડીએ પણ લોકોને પ્રભાવિત કર્યા છે. આ ખેલાડી છે ફાસ્ટ બોલર મોહસીન ખાન, જેની આ સિઝનમાં ઘણી ચર્ચા થઈ રહી છે. તેણે અત્યાર સુધી 8 મેચમાં 5.93ની ઈકોનોમીથી 13 વિકેટ ઝડપી છે. તે પ્લેઓફમાં ટીમની પ્લેઈંગ ઈલેવનમાં પણ જોવા મળી શકે છે.


યશ દયાલ
ગુજરાત ટાઇટન્સના યશ દયાલે પણ પોતાની બોલિંગથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. તેણે આ સિઝનમાં રમાયેલી 7 મેચમાં 9.28ની ઈકોનોમીથી 9 વિકેટ લીધી છે. આ તમામ યુવા ખેલાડીઓ પણ આગામી સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળી શકે છે.