IPL-15: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગઇ રાત્રે રમાયેલી મેચ બેંગ્લૉર અને રાજસ્થાન વચ્ચેની મેચ બાદ પૉઇન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો છે. આરસીબીની હાર બાદ રાજસ્થાન રૉયલ્સ નંબર વનની પૉઝિશન પર પહોંચી ગઇ છે. 

બેંગ્લૉરને રાજસ્થાન ગઇરાત્રે 29 રનોથી હરાવ્યુ, આ સાથે જ રાજસ્થાન ત્રીજા નંબર પરથી સીધુ પહેલા નંબર પર આવી ગયુ છે. વળી, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને એક એક સ્થાનનુ નુકશાન થયુ છે. જાણો હાલમાં આઇપીએલમાં પૉઇન્ટ ટેબલની શું છે સ્થિતિ............ 

IPL 2022 પૉઇન્ટ ટેબલ

ક્રમટીમમેચ રમાઇજીતહારનેટ રનરેટપૉઇન્ટ
1RR8620.56112
2GT7610.39612
3SRH7520.69110
4LSG8530.33410
5RCB954-0.57210
6PBKS844-0.4198
7DC7340.7156
8KKR8350.0806
9CSK826-0.5384
10MI808-1.0000

RCB vs RR: રાજસ્થાન રોયલ્સની 29 રનથી જીત, 115 રનમાં બેંગ્લોર ઓલ આઉટ, કુલદીપ સેને 4 અને અશ્વિને 3 વિકેટ લીધીપ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગના અણનમ 56 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 19.3 ઓવરમાં માત્ર 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાન માટે યુવા ઝડપી બોલર કુલદીપ સેને 3.3 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય રવિચંદ્રન અશ્વિને પણ 3 વિકેટ ઝડપી હતી.

પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 39મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 29 રનથી હરાવ્યું હતું. રાજસ્થાનની આઠ મેચોમાં આ છઠ્ઠી જીત છે. આ સાથે RCBની 9 મેચોમાં આ ચોથી હાર છે.

આ પણ વાંચો........ 

Surya Grahan 2022 : 30 એપ્રિલે થઇ રહ્યું છે સૂર્યગ્રહણ, ગર્ભવતી મહિલાઓ આ વાતોનું રાખવું પડશે ધ્યાન

Panchak April 2022 : ખૂબ જ વિશેષ યોગ થઇ રહ્યો છે સમાપ્ત, સમાપનનો સમય અને દિવસ જાણી લો

LIC ના પોલિસી ધારકોને IPO માં મળશે સૌથી વધુ ડિસ્કાઉન્ટ, જાણો સામાન્ય રોકાણકાર કરતાં કેટલા ઓછા રૂપિયામાં મળશે શેર

ગુજરાતના આ મહાનગરની 7 ગુજરાતી શાળાઓને વાગી શકે છે તાળા, જાણો વિગત

Corona Cases Today: દેશમાં કોરોનાના દૈનિક કેસમાં આવ્યો ઉછાળો, જાણો શું છે સ્થિતિ