મુંબઇઃ દિલ્હી કેપિટલ્સના ડેવિડ વોર્નરે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. હૈદરાબાદ સામેની મેચમાં અણનમ 92 રનની ઇનિંગ રમી હતી. જોકે વોર્નર સદી પુરી શક્યો નહોતો. જોકે ડેવિડ વોર્નર સદીની નજીક હતો તે સમયે રોવમેન પોવેલ બીજા છેડેથી બેટિંગ કરી રહ્યો હતો.


રોવમેન પોવેલે છેલ્લી ઓવરમાં 19 રન બનાવ્યા હતા. તેણે છેલ્લી ઓવરમાં આક્રમક ઇનિંગ રમી ટીમને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. પોવેલની ઇનિંગના કારણે ડેવિડ વોર્નર પોતાની સદી પુરી કરી શક્યો નહોતો.મેચ બાદ રોવમેન પોવેલે કહ્યું હતું કે હું ઈચ્છતો હતો કે ડેવિડ વોર્નર સદી પૂર્ણ કરે પરંતુ વોર્નરે મને કહ્યું હતું કે તે મારી સદીની ચિંતા ના કરે અને ચોગ્ગા અને છગ્ગા ફટકારવામાં ધ્યાન કેન્દ્રિત કરે જેથી ટીમ મોટા સ્કોર સુધી પહોંચી શકે.


નોંધનીય છે કે આ મેચમાં દિલ્હી કેપિટલ્સના ડેવિડ વોર્નરે 92 રનની અણનમ ઇનિંગ રમી હતી. 58 બોલની આ ઇનિંગમાં ડેવિડ વોર્નરે 12 ફોર, 3 સિક્સર ફટકારી હતી. બીજી તરફ રોવમેન પોવેલે 35 બોલમાં 67 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 6 સિક્સ સામેલ છે.


દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 21 રને હરાવ્યું. IPL 2022ની 50મી મેચમાં દિલ્હીને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદની ટીમ 186 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી ડેવિડ વોર્નર અને રોવમેન પોવેલે શાનદાર બેટિંગ કરીને દિલ્હીનો સ્કોર 208 રન પર પહોંચાડ્યો હતો. જ્યારે ખલીલ અહેમદે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વિકેટ ઝડપી હતી. હૈદરાબાદ તરફથી નિકલોસ પૂરને 62 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


હૈદરાબાદ માટે અભિષેક શર્મા અને કેપ્ટન કેન વિલિયમસન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન અભિષેક માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ વિલિયમસન 4 રન બનાવીને આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી અને એડિન માર્કરામ સારી રીતે રમ્યા હતા. રાહુલે 18 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા. જ્યારે માર્કરામે 25 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 3 સિક્સ ફટકારી હતી.


LIC IPO News: જે લોકો LIC IPO માં અરજી કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે સારા સમાચાર, આ અઠવાડિયે તેઓ…..


DC vs SRH: ઉમરાન મલિકે ફેંક્યો આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ, પોતાનો જ રેકોર્ડ તોડ્યો...


ગુજરાતના ઇતિહાસની પ્રથમ ઘટના, એક સાથે 600 લોકોએ હાઇકોર્ટ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગણી કરતા ખળભળાટ


COVID-19: દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધીમાં કેટલા લોકોનાં મોત થયાં? WHOએ આ અનુમાન લગાવ્યું....