Royal Challengers Bangalore vs Rajasthan Royals Playing 11: ઈંડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ટીમોની ટક્કર અને રોમાંચક મેચો યથાવત છે. આજે આ શ્રેણીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની ટીમ આમને સામને હશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. ચાલો જાણીએ આજની મેચમાં કોણ બાજી મારી શકે છે અને શું છે ભૂતકાળની મેચોના આંકડા.


બેંગ્લોર અને રાજસ્થાનના હેડ ટૂ હેડ આંકડાઃ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે રમાયેલી અત્યાર સુધીની મેચોના આંકડા જોઈએ તો RCBની ટીમનું પલ્લુ ભારે છે. આ બંને ટીમો વચ્ચે રમાયેલી અત્યાર સુધીની મેચોમાંથી 13 મેચોમાં બેંગ્લોર અને 10 મેચોમાં રાજસ્થાનની જીત થઈ હતી. ભૂતકાળની મેચોના આંકડામાં ભલે બેંગ્લોરની ટીમ મજબૂત દેખાઈ રહી હોય પરંતુ આ સીઝનની રાજસ્થાન રોયલ્સની ટીમ પણ ઘણી અલગ છે અને અત્યાર સુધી સારું પ્રદર્શન કરી ચુકી છે. 


કઈ ટીમ મજબૂતઃ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સમાં સંજુ સેમસનની ટીમ મજબુત છે. બેટિંગ અને બોલિંગ એમ બંને વિભાગમાં રાજસ્થાનની ટીમમાં સારા ખેલાડી છે. આજની મેચમાં રાજસ્થાનની જીતની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. જો કે ટોસ કોણ જીતે છે તેના ઉપર પણ મેચનું પરિણામ નિર્ભર રહી શકે છે. પહેલાં બોલિંગ કરનાર ટીમને ફાયદો મળવાની પુરી શક્યતા છે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અનુજ રાવત અથવા મહિપાલ લોમરોર, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), સુયશ પ્રભુદેસાઈ, શાહબાજ અહમદ, હર્ષલ પટેલ, વનિન્દુ હસરંગા, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ.


રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ જોસ બટલર, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટ કીપર), શિમરોન હેટમાયર, રિયાન પરાગ, કરુણ નાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઓબેદ મૈકકૉય, યુજવેન્દ્ર ચહલ.